Today history 17 March : આજે 17 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ઊંઘ દિવસ છે, જેનો ઉદ્દેશ્ય સારી ઊંઘનું મહત્વ સમજવાનો અને અનિદ્રાની સમસ્યા વિશે લોકો જાગૃત કરવાનો છે. ઇતિહાસમાં નજર કરીયે તો વર્ષ 1845માં લંડનના સ્ટીફન પેરીએ રબર બેન્ડની પેટન્ટ કરાવી હતી. પ્રખ્યાત વ્યક્તિઓની વાત કરીયે તો ભારતીયમૂળના અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલા અને બેડમિન્ટન મહિલા ખેલાડી સાઈના નેહવાલનો આજે બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (17 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
17 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1769 – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના કાપડ ઉદ્યોગને બરબાદ કરવા વણકર પર વિવિધ પ્રતિબંધો લાદયા.
- 1845 – લંડનના સ્ટીફન પેરીએ રબર બેન્ડની પેટન્ટ કરાવી.
- 1959 – તિબેટમાં ચીની શાસન સામે બળવો શરૂ થયો અને દલાઈ લામા લ્હાસા છોડીને ભારત પહોંચ્યા.
- 1866 – આગ્રા હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી, તેને 1869માં અલ્હાબાદ ખસેડવામાં આવી.
- 1963 – બાલી ટાપુ પર જ્વાળામુખી ફાટતાં લગભગ 1900 લોકો માર્યા ગયા.
- 1969 – ગોલ્ડા મીરે ઇઝરાયેલના વડા પ્રધાન તરીકે શપથ લીધા.
- 1987 – IBM એ PC-DOS વર્ઝન 3.3 બહાર પાડ્યું.
- 1987 – સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
- 1994 – નાટોની શાંતિ સહકાર યોજનામાં જોડાવાનો રશિયાનો નિર્ણય.
- 1996- શ્રીલંકાએ લાહોરમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને છઠ્ઠો વિલ્સ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.
- 1998 – ઝુ રોંગજી ચીનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા.
આ પણ વાંચોઃ 16 માર્ચનો ઇતિહાસ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ
- 2002 – નેપાળમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 68 માઓવાદીઓ માર્યા ગયા.
- 2003 – શ્રીલંકા શાંતિ મંત્રણાનો છઠ્ઠો રાઉન્ડ જાપાનના હાકિન ખાતે શરૂ થયો.
- 2006 – અમેરિકાએ ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જાહેર કર્યું.
- 2008 – ખાંડ મિલોને વ્યાજમુક્ત લોન આપવા માટે ‘સુગર ડેવલપમેન્ટ ફંડ એમેન્ડમેન્ટ બિલ’ 2008 ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કેન્દ્ર પર પહોંચેલા વૈજ્ઞાનિકોએ મશિન હ્યુમન માનવને તૈનાત કર્યું. લોકશાહીની પુનઃસ્થાપના બાદ પાકિસ્તાની સંસદનું પ્રથમ સત્ર શરૂ થયું.
- 2008 – વર્લ્ડ સ્લીપ સોસાયટી (World Sleep Society) દ્વારા વિશ્વ ઊંઘ દિવસની ઉજવણી શરૂઆત થઇ.
વિશ્વ ઊંઘ દિવસ
આજે વર્લ્ડ સ્લીપ ડે એટલે કે વિશ્વ ઊંઘ દિવસ છે. દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા શુક્રવારે વિશ્વ ઊંઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2008થી વર્લ્ડ સ્લીપ સોસાયટીની વર્લ્ડ સ્લીપ ડે કમિટી જે અગાઉ વર્લ્ડ એસોસિએશન ઑફ સ્લીપ મેડિસિન તરીકે ઓળખાતી હતી તેની દ્વારા આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ ઊંઘ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય અપુરતી ઊંઘની સમસ્યાનું નિરાકરણ અને વ્યવસ્થાપન દ્વારા સમાજ પર ઊંઘની સમસ્યાઓનો બોજ ઘટાડવાનો છે. ઉપરાંત પુરતા કલાક ઊંઘવાના મહત્વ અને દવા, શિક્ષણ, સામાજિક પાસાઓ અને ડ્રાઇવિંગ સહિત ઊંઘ સંબંધિત મુદ્દાઓ વિશે પણ જાગૃતિ લાવવાનો છે.
- 2010 – ભારતીય બોક્સરોએ કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તમામ છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. બેઇજિંગ ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા વિજેન્દર સિંહ ઉપરાંત દિનેશ કુમાર, પરમજીત સમોટા, અમનદીપ, સુરંજય અને જય ભગવાને ફાઈનલમાં જીતી મેળવી. બેસ્ટ બોક્સરનો એવોર્ડ વિજેન્દર કુમારને મળ્યો હતો, જ્યારે યજમાન ભારતે પણ 36ના સર્વોચ્ચ સ્કોર સાથે ટીમ ચેમ્પિયનશિપ જીતી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 34 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
- દેશની સૌથી જૂની પરંપરાગત રમત કબડ્ડીને પ્રોત્સાહન આપવા માટે પંજાબ સરકારે કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરવાની જાહેરાત કરી હતી
- 2018-મોરેશિયસના રાષ્ટ્રપતિ અમીના ગુરિબ-ફકીમનું તેમના પદ પરથી રાજીનામું.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 15 માર્ચ : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- જોસેફ બૈપ્ટિસ્ટા (1864) – પ્રખ્યાત રાજકારણી અને વકીલ.
- સુલોચના ચવ્હાણ (1933) – લોક ગાયિકા, મરાઠીમાં તેઓ લાવણી માટે જાણીતા હતા.
- બંગારુ લક્ષ્મણ (1939) – 2000 થી 2001 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
- પૃથ્વીરાજ ચવ્હાણ (1946) – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- કલ્પના ચાવલા (1962) – ભારતીયમૂળના અમેરિકન અવકાશયાત્રી.
- સાઈના નેહવાલ (1990) – બેડમિન્ટન ખેલાડી.
- નિરુપમા બોર્ગોહેન (1932) – એક પ્રખ્યાત ભારતીય લેખિકા છે જેઓ આસામી ભાષામાં સાહિત્ય લખે છે.
- બ્રિગેડિયર રાય સિંહ યાદવ (1925) – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય સૈન્ય અધિકારી હતા.
- રામનવમી પ્રસાદ (1891) – જાતિ ભેદભાવના વિરોધી અને મહિલા શિક્ષણના મજબૂત સમર્થક હતા.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- મનોહર પર્રિકર (2019) – ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
- હેમવતી નંદન બહુગુણા (1989) – ઉત્તર પ્રદેશના બે વખત મુખ્યમંત્રી બનનાર રાજકારણી.
- સિદ્ધેશ્વરી દેવી (1977) – ભારતના શાસ્ત્રીય સંગીતના ગાયિકા.