Today history 21 May : આજે 21 મે 2023 (21 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની માનવ બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી. આથી આજે રાજીવ ગાંધીની પૃણ્યતિથિ છે અને તેને એન્ટી ટેરરિઝમ ડે એટલે કે આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે. આજે ઇન્ટરનેશનલ ટી ડે પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (21 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
21 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 0996 – સોળ વર્ષના ઓટ્ટો તૃત્તીય રોમના સમ્રાટ બન્યા.
- 1216 – ફ્રાન્સના પ્રિન્સ લુઈસે ઈંગ્લેન્ડમાં પ્રવેશ કર્યો.
- 1502 – પોર્ટુગલના જોઆઓ દા નોવાએ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સેન્ટ હેલેના ટાપુની શોધ કરી.
- 1674 – જનરલ જોન સોબીસ્કી પોલેન્ડના રાજા તરીકે ચૂંટાયા.
- 1790 – પેરિસને વહીવટી સુવિધા માટે 48 ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યું.
- 1819 – અમેરિકાના ન્યુયોર્ક શહેરની સ્થાપના, રોડ પર પહેલીવાર સાયકલ જોવા મળી, તેને સ્વિફ્ટ વોકર કહેવામાં આવતું હતું.
- 1832 – અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ પ્રથમ વખત રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું.
- 1840 – ન્યુઝીલેન્ડને બ્રિટનની વસાહત જાહેર કરવામાં આવી.
- 1851 – દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં ગુલામી પ્રથાનો અંત આવ્યો.
- 1871 – યુરોપમાં માઉન્ટ રિગી પર પ્રથમ રેક રેલ સેવા શરૂ થઈ.
- 1881 – અમેરિકન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી.
- 1881 – યુએસ નેશન લૉન ટેનિસ એસોસિએશનની સ્થાપના થઈ.
- 1904 – પેરિસમાં ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન (FIFA) સ્થાપના કરવામાં આવી હતી.
- 1908 – શિકાગોમાં પ્રથમ હોરર ફિલ્મ બતાવવામાં આવી હતી.
- 1918 – યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે મહિલાઓને મતદાન કરવાની મંજૂરી આપી.
- 1929 – ભારતની પ્રથમ એર કાર્ગો સેવા તત્કાલીન કલકત્તા (હવે કોલકાતા) અને બાગડોગરા વચ્ચે શરૂ થઈ.
- 1935 – પાકિસ્તાનનું ક્વેટા શહેર ભૂકંપમાં ખરાબ રીતે નાશ પામ્યું હતું અને 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
- 1970 – USSR એ પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1981 – પિયર મોરો ફ્રાન્સના વડા પ્રધાન તરીકે નિયુક્ત.
- 1994 – દક્ષિણ યમન દ્વારા ઉત્તર યમનથી અલગ થવાની ઘોષણા.
- 1996 – વિખ્યાત સોફ્ટ ડ્રિંક કંપની પેપ્સીએ વિશ્વમાં પ્રથમ વખત અવકાશમાં એડવર્ટાઇઝિંગ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી.
- 1998 – 32 વર્ષ સુધી સતત ઇન્ડોનેશિયા પર શાસન કરનાર રાષ્ટ્રપતિ સુહાર્તોએ રાજીનામું આપ્યું.
- 2002 – બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એચ.એમ. ઇર્શાદને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
- 2003 – વિશ્વના 190 થી વધુ દેશોએ જીનીવામાં તમાકુ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિને મંજૂરી આપી.
- 2008 – સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી કૃષિ લોન પર મોરેટોરિયમ અંગેનો પોતાનો પરિપત્ર પાછો ખેંચી લીધો છે. રિઝર્વ બેંકે પંજાબની સેન્ચુરિયન બેંકના HDFC બેંક સાથે મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રની યોજના હેઠળ 15 દેશોની વાયુ સેનાના 90 અધિકારીઓની કોમન ટેબલ અભ્યાસ હૈદરાબાદમાં શરૂ થયો. નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી વિલિસ ઇ લેન્કનું નિધન થયું. મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહાતિર મોહમ્મદના પુત્ર દાતુક મોખજાની મહાથિરે સત્તાધારી પક્ષ UMNOમાંથી રાજીનામું આપ્યું છે.
- 2010 – ભારતીય નૌકાદળે ઓરિસ્સા કિનારે બંગાળની ખાડીમાં ભારતીય સેનાના યુદ્ધ જહાજ રણવીરથી સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલના વર્ટિકલ લોન્ચ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
આ પણ વાંચોઃ 20 મેનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ, વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો
એન્ટી ટેરરિઝમ ડે (Anti Terrorism Day)
એન્ટી ટેરરિઝમ ડે એટલે કે આતંકવાદ વિરોધી દિવસ (Anti Terrorism Day) સમગ્ર ભારતમાં 21 મેના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ આજે જે સૌથી મોટી અને સૌથી મહત્વની સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેમા એક છે આતંકવાદ. આતંકવાદને કારણે વિશ્વમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને ભારત સહિત અનેક દેશોએ ઘણું સહન કરવું પડ્યું છે. આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા માટે ભારતે 21 મે ને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. દર વર્ષે 21 મેના રોજ દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તેનો હેતુ લોકોને આતંકવાદના અસામાજિક કૃત્યથી વાકેફ કરવાનો છે. આતંકવાદને કારણે જાનમાલના નુકસાન અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે.
રાજીવ ગાંધીની પૃણ્યતીથિ
આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પૃણ્યતીથિ (rajiv gandhi death anniversary) છે. તેઓ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર અને હાલના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પિતા છે. રાજીવ ગાંધીની પૃણ્યતીથિને એન્ટી ટેરરિઝમ ડે એટલે કે આતંકવાદ વિરોધી દિવસ કે બલીદાન દિવસ તરીકે પણ ઉજવાય છે.
આજના દિવસ એટલે કે 21 મે, 1991ના રોજ, દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં માનવ બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી. તે સમયે રાજીવ ગાંધી ચૂંટણી પ્રચારના સંબંધમાં શ્રીપેરમ્બદુર ગયા હતા. તેઓ ત્યાં એક જાહેર સભાને સંબોધિત કરવાના હતા કે રસ્તામાં ઘણા ચાહકોએ તેમને હાર પહેરાવ્યા. આ તકને લઈને એલટીટીઈના આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલાખોર ધનુએ આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો, જેમાં રાજીવ ગાંધીનું મોત થયુ હતુ. ‘રાજીવ ગાંધી શહીદ દિવસ’ને આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારથી, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સન્માન અને શ્રદ્ધાંજલિમાં 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ 18 મેનો ઇતિહાસ : પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ
ઇન્ટરનેશનલ ટી ડે ( International Tea Day)
ઇન્ટરનેશનલ ટી ડે (આંતરરાષ્ટ્રીય ચા દિવસ / International Tea Day) દર વર્ષે 21 મેના રોજ ઉજવવામાં આવે છે. અગાઉ આ દિવસ દર વર્ષે 15 ડિસેમ્બરે વિશ્વના વિવિધ ચા ઉત્પાદક દેશો દ્વારા ઉજવવામાં આવતો હતો. ભારતની ભલામણ પર, સંયુક્ત રાષ્ટ્રએ હવે 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કર્યો છે. આમ વર્ષ 2005થી 21 મેના રોજ ઇન્ટરનેશનલ ટી ડેની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં, મોટાભાગના ચા ઉત્પાદક દેશોમાં ગુણવત્તાયુક્ત ચાના ઉત્પાદનની સીઝન મે મહિનામાં જ શરૂ થાય છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- નરેશ ભારતીય (1940) – ભારતીય મૂળના હિન્દી ભાષાના બ્રિટિશ લેખક.
- શરદ જોશી (1931) – ભારતના પ્રખ્યાત વ્યંગ રચનાકાર.
- માલ્કમ ફ્રેઝર (1930) – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન.
- સર સુંદર લાલ (1857) – પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને જાહેર કાર્યકર્તા હતા.
આ પણ વાંચોઃ 16 મેનો ઇતિહાસ : સિક્કિમ સ્થાપના દિવસ – રાજાશાહીના અંત સાથે લોકશાહીનો ઉદય થયો
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સુંદરલાલ બહુગુણા (2021)- પ્રખ્યાત પર્યાવરણવાદી અને ‘ચિપકો મૂવમેન્ટ’ના મુખ્ય નેતા હતા.
- ગામા પહેલવાન (1960) – તે વિશ્વના એકમાત્ર એવા કુસ્તીબાજ હતા જેઓ તેમના જીવનમાં ક્યારેય કોઈ કુસ્તી મેચ હાર્યા ન હતા.
- રાજીવ ગાંધી (1991)- ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર, ભારતના કોંગ્રેસ (E) પક્ષના અગ્રણી મહાસચિવ હતા (1981થી), અને તેમની માતાની હત્યા પછી ભારતના વડા પ્રધાન (1984-1989) બન્યા હતા.
- જાનકી દેવી બજાજ (1979) – ગાંધીવાદી જીવનશૈલીના કટ્ટર સમર્થક હતા.