આજનો ઇતિહાસ 22 મે : આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ – કુદરતી અને પર્યાવરણના સંતુલન માટે જૈવવિવિધતાનું સંરક્ષણ જરૂરી

Today history 22 May : આજે 22 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : May 22, 2023 10:59 IST
આજનો ઇતિહાસ 22 મે : આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ – કુદરતી અને પર્યાવરણના સંતુલન માટે જૈવવિવિધતાનું સંરક્ષણ જરૂરી
આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ દર વર્ષે 22 મેના રોજ ઉજવાય છે.

Today history 22 May : આજે 22 મે 2023 (22 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ છે. કુદરતી પર્યાવરણને જાળવી રાખવા માટે જૈવવિવિધતા જરૂરી છે. વર્ષ 1984માં આજના દિવસ બચેન્દ્રી પાલ વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. આજે ભારતના મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (22 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

22 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1420 – યહૂદીઓને ઑસ્ટ્રિયા અને સીરિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા.
  • 1545 – કાલિંજર કિલ્લાના અધિકારો માટે ચંદેલાઓ સાથે લડતી વખતે શેર શાહ સૂરીની ઉક્કા નામના અગ્નિ હથિયાર (તોપ) માંથી છોડવામાં આવેલો બોમ્બ કિલ્લાની દિવાલ સાથે અથડાઈને પરત સુરી પર પડ્યો અને વિસ્ફોટ થતા તેમનું મૃત્યુ થયું.
  • 1805 – ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ એક આદેશ હેઠળ દિલ્હીના મુઘલ સમ્રાટ માટે કાયમી જોગવાઈ કરી.
  • 1915 – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીએ ઓસ્ટ્રિયા, હંગેરી અને જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1947- ટ્રુમેન દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં અમેરિકાએ શીત યુદ્ધમાં તુર્કી અને ગ્રીસને મદદ કરવા માટે 40 કરોડ ડોલર આપ્યા હતા. ચાર્લ્સ ડિકન્સની નવલકથા પર આધારિત ડેવિડ લિન્સની ગ્રેટ એક્સપેક્ટેશન્સ યુ.એસ.માં રિલીઝ થઈ હતી. વિવેચકો તેને ડિકન્સની નવલકથાઓ પરથી બનેલી શ્રેષ્ઠ ફિલ્મ માને છે.
  • 1949 – પશ્ચિમ જર્મની બંધારણ અપનાવ્યા પછી ઔપચારિક રીતે અસ્તિત્વમાં આવ્યું.
  • 1972 – પાકિસ્તાનનું કોમનવેલ્થના સભ્યપદેથી રાજીનામું.
  • 1977 – બેનિને બંધારણ અપનાવ્યું.
  • 1984- બચેન્દ્રી પાલ વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 1990 – ઉત્તર અને દક્ષિણ યમનના વિલીનીકરણ સાથે યુનાઈટેડ રિપબ્લિક ઓફ યમનનો ઉદભવ થયો.
  • 1992 – બોસ્નિયા, સ્લોવેનિયા અને ક્રોએશિયા સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય બન્યા.
  • 1996 – માઈકલ કેમડેસસ ત્રીજી વખત ફરી પાંચ વર્ષ માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચૂંટાયા.
  • 2001 – દલાઈ લામાએ તિબેટની આઝાદીની માંગણી છોડી દીધી.
  • 2002 – નેપાળમાં સંસદનું વિસર્જન.
  • 2003- અલ્જેરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
  • 2007 – ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ વર્ધનને નોર્વેજીયન એબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • 2008 – કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં OBC વિદ્યાર્થીઓને 27% ક્વોટા આપવા માટેનું માળખું બનાવવા માટે સરકારે 10 હજાર 328 કરોડ રૂપિયા આપ્યા. કર્ણાટક વિધાનસભાના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. મુનશી પ્રેમચંદની અમર કૃતિ ‘નિર્મલા’ સહિત પાંચ હિન્દી કૃતિઓના અનુવાદકોને વર્ષ 2007ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ગુજરાતના રમખાણો પીડિતો માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે.
  • સંયુક્ત રાષ્ટ્રની 47 સભ્યોની માનવાધિકાર સમિતિમાં પાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 21 મે : એન્ટી ટેરરિઝમ ડે, રાજીવ ગાંધીની પૃણ્યતીથિ, ઇન્ટરનેશનલ ટી ડે

આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ

આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ અથવા વિશ્વ જૈવવિવિધતા સંરક્ષણ દિવસ (International Day for Biological Diversity) સમગ્ર વિશ્વમાં દર વર્ષે 22 મેના રોજ ઉજવવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય પર્વ છે. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. જૈવવિવિધતાને તમામ જીવો અને ઇકોસિસ્ટમ્સની વિવિધતા અને અસમાનતા કહેવામાં આવે છે. 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલા જૈવવિવિધતા સંમેલન મુજબ, જૈવવિવિધતાની વ્યાખ્યા નીચે મુજબ છે: – “ધરતી, મહાસાગર અને અન્ય જળચર ઇકોસિસ્ટમમાં હાજર અથવા તેનાથી સંબંધિત તંત્રોમાં મળી આવતા જીવોની વચ્ચે વિભિન્નતા એ જૈવવિવિધતા છે.”

કુદરતી અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં જૈવવિવિધતાનું મહત્વ જોઈને જૈવવિવિધતા દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય 29 ડિસેમ્બર 1992 ના રોજ નૈરોબીમાં આયોજીત જૈવવિવિધતા સંમેલનમાં લેવામાં આવ્યો હતો, પરંતુ ઘણા દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી વ્યવહારિક મુશ્કેલીઓને કારણે, આ દિવસ 29 મેના બદલે 22 મેના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનો હેતુ ખાસ કરીને જંગલો, સંસ્કૃતિ, જીવનની કળા અને હસ્તકલા, સંગીત, વસ્ત્રો-ખોરાક, ઔષધીય વનસ્પતિઓનું મહત્વ વગેરે દર્શાવીને જૈવવિવિધતાના મહત્વ અને તેની ગેરહાજરીના જોખમો વિશે જાગૃતિ લાવવાનો છે.

આ પણ વાંચોઃ 20 મેનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ, વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મહેબૂબા મુફ્તી (1959) – જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી.
  • મદન લાલ મધુ (1925) – હિન્દી અને રશિયન સાહિત્યના આધુનિક સેતુ સર્જકો પૈકીના એક હતા.
  • રાજા રામમોહન રોય (1774) – અગ્રણી સમાજ સુધારક હતા.

આ પણ વાંચોઃ  19 મેનો ઇતિહાસ : રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ – લુપ્તપ્રાય વન્યજીવોને સંરક્ષણની જરૂર

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રેવા પ્રસાદ દ્વિવેદી (2021) – કાશીના મહાન વિદ્વાન હતા.
  • રામલક્ષ્મણ (2021) – હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત સંગીતકાર હતા.
  • એફ.એ. ખોંગલામ (2012)- મેઘાલયના ભૂતપૂર્વ 8મા મુખ્ય પ્રધાન હતા.
  • ગોવિંદ ચંદ્ર પાંડે (2011) – 20મી સદીના જાણીતા વિચારક, ઈતિહાસકાર, સંસ્કૃતશાસ્ત્રી અને સૌંદર્યશાસ્ત્રી હતા.
  • શ્રીપાદ અમૃત ડાંગે (1991)- ભારતના પ્રારંભિક સામ્યવાદી નેતાઓ પૈકીના એક હતા.
  • શેર શાહ સૂરી (1545) – ભારતમાં ‘સુર સામ્રાજ્ય’ના સ્થાપક અને મહાન યોદ્ધા.

આ પણ વાંચોઃ 18 મેનો ઇતિહાસ : પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ