scorecardresearch

આજનો ઇતિહાસ : 24 જાન્યુઆરી, ભારતના પરમાણું કાર્યક્રમના પિતા હોમી જહાંગીર ભાભાનું નિધન, ‘જન ગણ મન’ રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકારાયું

Today history 24 January : આજે 24 જાન્યુઆરી, 2023 (24 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના પરમાણું કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનું (Homi jehangir bhabha) નિધન થયુ હતુ. ઉપરાંત વર્ષ 1950માં આજના દિવસે ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત (national anthem) તરીકે સ્વીકારવામાં આવ્યું હતું અને ડૉ.રાજેન્દ્ર પ્રસાદ (dr rajendra prasad) સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ : 24 જાન્યુઆરી, ભારતના પરમાણું કાર્યક્રમના પિતા હોમી જહાંગીર ભાભાનું નિધન, ‘જન ગણ મન’ રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકારાયું

Today history 24 January : આજે તારીખ 24 જાન્યુઆરી, 2023 (24 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના મહામાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનું વર્ષ 1966માં એક વિમાન દૂર્ઘટનામાં નિધન થયુ હતુ. તેઓ ભારતના પરમાણું કાર્યક્રમના પિતા (Father of Indian Nuclear programmme) કહેવામાં આવે છે. ઉપરાંત વર્ષ 1950માં આજના દિવસે ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત (national anthem) તરીકે સ્વીકારવામાં આવ્યું હતું અને ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. આજે જ ભારતના પ્રથમ બેરિસ્ટર જ્ઞાનેન્દ્ર મોહન ટાગોરની જન્મજંયતિ અને ભારત રત્નથી સન્માનિત શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશીની પુણ્યતિથિછે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

24 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 2011 – મોસ્કોના ડોનોડિડોવો એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટમાં 35 માર્યા ગયા, 180 ઘાયલ થયા હતા.
 • 2010 – વર્ષ 2008 માટેના 56મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી.
 • 2008 – ઉત્તર પ્રદેશમાં ‘સ્વચ્છતા નીતિ’ માટે ‘ટાસ્ક ફોર્સ’ની રચના. ભૂતપૂર્વ આર્મી ચીફ જે.જે. સિંહને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. – અફઘાનિસ્તાનની એક કોર્ટે એક પત્રકારને ઇસ્લામનું અપમાન કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી છે. પાકિસ્તાની સેનાએ અફઘાન સરહદ પાસે આતંકવાદીઓ સાથે ભીષણ લડાઈમાં દક્ષિણ વઝીરિસ્તાનના ત્રણ વિસ્તારોને મુક્ત કરાવ્યા હતા.
 • 2007 – રશિયા અને ભારત વચ્ચે પરમાણુ રિએક્ટર બનાવવા માટે કરાર કરવામાં આવ્યો હતો.
 • 2005 – આંધ્રપ્રદેશના તેલુગુ દેશમના ધારાસભ્ય પરિતાલા રવિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. – વર્ષ 2005ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભૂટાનના રાજા જિગ્મે સિંહ વાંગચુક ભારત આવ્યા હતા.
 • 2003 – ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા પરમાણુ સંકટના શાંતિપૂર્ણ ઉકેલ પર સહમત છે. – ભારત અને ફ્રાન્સ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ.
 • 2002 – સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોફી અન્નાન ઈસ્લામાબાદ પહોંચ્યા, ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર, એનરોનના ચેરમેન કેનેથ લીએ રાજીનામું આપ્યું. – ભારતીય ઉપગ્રહ INSAT-3C સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો છે.
 • 2001- ભારતે જૈવ સુરક્ષા સંધિ પર હસ્તાક્ષર કર્યા, જોસેફ કાબિલાના રાષ્ટ્રપતિ બનવા પર સંસદની મંજૂરી.
 • 2000 – ચૂંટણીમાં દલિતોનું અનામત 10 વર્ષ માટે વધારવા માટે બંધારણના 79માં સંશોધનને રાષ્ટ્રપતિની મંજૂરી.
 • 1996 – સંયુક્ત રાષ્ટ્ર એ અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત દેશની પ્રથમ મહિલા હિલેરી ક્લિન્ટનને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી

 • 1993 – સોમાલિયામાં અમેરિકી સૈનિકો સાથેની અથડામણમાં ત્રણ લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા.
 • 1991 – રિપબ્લિક ઓફ લિથુઆનિયાએ સોવિયેત સંઘના સૈનિકોને હટાવવાની માંગ કરી.
 • 1979- અમેરિકાએ નેવાદામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
 • 1973 – અમેરિકાએ વિયેતનામ યુદ્ધના અંત સાથે લાઓસ અને કંબોડિયામાં યુદ્ધવિરામની જાહેરાત કરી.
 • 1966 – એર ઈન્ડિયાનું બોઈંગ આલ્પ્સમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં ડૉ. હોમી ભાભા સહિત 114 લોકોના મોત થયા.
 • 1965 – ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલનું અવસાન.
 • 1952 – મુંબઈમાં ‘પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ’ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.
 • 1951 – પ્રેમ માથુર ભારતની પ્રથમ મહિલા કોમર્શિયલ પાઈલટ બની.
 • 1950 – ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. – ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
 • 1939 – ચિલીમાં ભૂકંપને કારણે 30 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.
 • 1936 – આલ્બર્ટ સરુએત ફ્રાન્સના વડા પ્રધાન બન્યા.
 • 1924 – રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ શહેરનું નામ બદલીને લેનિનગ્રાદ કરવામાં આવ્યું.
 • 1857 – કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના.
 • 1839 – ચાર્લ્સ ડાર્વિન રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા.
 • 1556 – ચીનમાં આવેલા ભયંકર ભૂકંપમાં આઠ લાખ ત્રીસ હજાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ – 22 જાન્યુઆરી : અજીજન બેગમ નર્તકી, જેણે 1857ના વિપ્લવમાં અંગ્રેજોને પોતાના ઇશારે નચાવ્યા અને ક્રાંતિકારીઓની મદદ કરી

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

 • સુભાષ ઘાઈ (1945) – હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક છે.
 • એસ. કે. સિંહ (1932) – અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
 • કર્પૂરી ઠાકુર (1924 ) – સ્વાતંત્ર્ય સેનાની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
 • શાહ નવાઝ ખાન (1914) – ‘આઝાદ હિંદ ફોજ’ના અધિકારી હતા.
 • પુલિન બિહારી દાસ (1877) – એક મહાન સ્વતંત્રતા પ્રેમી અને ક્રાંતિકારી હતા.
 • જ્ઞાનેન્દ્ર મોહન ટાગોર (1826) – પ્રથમ ભારતીય બેરિસ્ટર.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 21 જાન્યુઆરી રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની પુણ્યતિથિ અને સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • ભીમસેન જોશી (2011) – ભારત રત્ન સન્માનિત શાસ્ત્રીય ગાયક
 • હોમી જહાંગીર ભાભા (1966) – ભારતના મહાન વૈજ્ઞાનિક અને દેશના પરમાણુ કાર્યક્રમના પિતા હોમી જહાંગીર ભાભાનું નિધન.
 • ચંદ્રબલી પાંડે (1958) – પ્રખ્યાત લેખક હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 20 જાન્યુઆરી, સર રતનજી ટાટાની જન્મજયંતિ, પહેલીવાર બાસ્કેટ બોલની મેચ રમાઇ

Web Title: Today history 24 january homi jehangir bhabha death jan gan man adopted as national anthem know important events

Best of Express