Today History 25 December: આજે તારીખ 25 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ખ્રિસ્તી ધર્મના પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને તેની યાદીમાં સમગ્ર દુનિયામાં નાતાલના તહેવાર એટલે કે ક્રિસમસ ફ્રેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત આજે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સમ્માનિત અટલ બિહારી વાજપેયીની પણ જન્મજયંતિ, જેને સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
24 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2012 – દક્ષિણ કઝાકિસ્તાનના શિપકેન્ટ શહેરમાં એન્ટોનોવ કંપનીનું AN-72 વિમાન ક્રેશ થયું હતુ, જેમાં 27 લોકોના મોત થયા હતા.
- 2007 – કેનેડિયન પ્રખ્યાત જોઝ પિયાનોવાદક અને સંગીતકાર ઓસ્કાર પીટરસનનું અવસાન થયું હતુ.
- 2005 – મોરેશિયસમાં 400 વર્ષ પહેલા લુપ્ત થયેલા ‘ડોડો’ પક્ષીના બે હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા હતા.
- 2002 – ચીન અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ કરાર થયા હતા.
- 1998 – રશિયા અને બેલારુસ દ્વારા સંયુક્ત સંઘ બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર થયા હતા.
- 1991 – રાષ્ટ્રપતિ મિખાઇલ એસ. ગોર્બાચેવના રાજીનામા સાથે, સોવિયત સંઘનું વિભાજન અને તેનું અસ્તિત્વ સમાપ્ત થયું.
- 1977 – હોલીવુડના પ્રખ્યાત ફિલ્મ અભિનેતા ચાર્લી ચેપ્લિનનું નિધન.
- 1974 – રોમ જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ-747 વિમાન હાઈજેક થયુ હતુ.
- 1962 – સોવિયત સંઘે નોવાયા ઝેમલ્યા ક્ષેત્રમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતુ.
- 1947 – પાકિસ્તાની સેનાએ ઝાંગઢ પર કબજો કર્યો હતો.
- 1946 – તાઇવાનમાં બંધારણ અપનાવવામાં આવ્યો હતો.
- 1924 – કાનપુરમાં પ્રથમ અખિલ ભારતીય સામ્યવાદી પરિષદ યોજાઈ હતી.
- 1892 – સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીમાં સમુદ્રની મધ્યમાં આવેલા ખડક પર ત્રણ દિવસ ધ્યાન કર્યું હતુ.
- 1771 – મુઘલ શાસક શાહઆલમ – દ્વિતીય મરાઠાઓના રક્ષણ હેઠળ દિલ્હીની ગાદી પર બેઠા હતા.
- 1763 – ભરતપુરના મહારાજા સૂરજમલની હત્યા કરાઇ હતી.
આ પણ વાંચોઃ 23 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં કિસાન દિવસ કોની યાદમાં ઉજવાય છે?
23 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મનોજ કુમાર ચૌધરી (1978) – સેપ કોન્સુલ્તંત એન્જિનિયરનો જન્મ પ્રયાગ (અલાહાબાદ)માં થયો જન્મ હતો.
- ઈમ્તિયાઝ અનીસ (1970) – ભારતીય ઘોડેસવારી ખેલાડી.
- રામદાસ આઠવલે (1959) – મહારાષ્ટ્રના ભારતીય રાજકારણી.
- અજોય ચક્રવર્તી (1952) – ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર, ગીતકાર, ગાયક અને શિક્ષક.
- મણિ કૌલ (1944) – ફિલ્મ નિર્દેશક.
- માણિક વર્મા (1938) – ભારતીય કવિ હતા.
- એન. ધરમ સિંહ (1936) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- મોહન રાનડે (1930) – એક સ્વતંત્રતા સેનાની હતા જેમણે ગોવાની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- કપિલા વાત્સ્યાયન (1928) – ભારતીય કલાના મુખ્ય વિદ્વાન હતા.
- રામ નારાયણ (1927) – એક ભારતીય સંગીતકાર છે.
- સતીશ ગુજરાલ (1925) – પ્રખ્યાત ચિત્રકાર
- અટલ બિહારી વાજપેયી (1924) – ભારતના દસમા વડાપ્રધાન.
- ધરમવીર ભારત (1923) – હિન્દી સાહિત્યકારનો જન્મ પ્રયાગમાં થયો હતો.
- નૌશાદ (1919) – પ્રખ્યાત સંગીતકાર
- મુખ્તાર અહેમદ અંસારી (1880 ) – પ્રખ્યાત ડૉક્ટર, પ્રખ્યાત રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા, જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો.
- મુહમ્મદ અલી ઝીણા (1876) – બ્રિટિશ ભારત સમયના અગ્રણી નેતા અને ‘મુસ્લિમ લીગ’ના પ્રમુખ.
- ગંગાનાથ ઝા (1872) – સંસ્કૃત ભાષાના મહાન પંડિત, જેમણે હિન્દી, અંગ્રેજી અને મૈથિલી ભાષામાં ફિલોસોફિકલ વિષયો પર ઉચ્ચ કોટીના મૌલિક ગ્રંથોની રચના કરી હતી.
- મદનમોહન માલવિયા (1861) – એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, શિક્ષણશાસ્ત્રી અને મહાન સમાજ સુધારક પણ હતા.
- આઇઝેક ન્યૂટન (1642) – એક મહાન ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, વૈજ્ઞાનિક હતા.
આ પણ વાંચો | 22 ડિસેમ્બરનો ઇતિરાસઃ રાષ્ટ્રીય ગણિત દિવસ કોની યાદીમાં ઉજવાય છે? શીખ ધર્મના છેલ્લા ગુરુ કોણ હતા?
પ્રભુ ઇસુનો જન્મ અને તેની ઉજવણીનો દિવસ એટલે ‘ક્રિસમસ’
નાતાલ એ ખિસ્તી ધર્મનો મુખ્ય ધાર્મિક તહેવાર છે અને તે પ્રભુ ઇસુના જન્મની યાદીમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આજેના દિવસથી પશ્ચિમના મોટાભાગના દેશોમાં ક્રિસમસ અને ન્યુ યરનો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આજની તારીખે ઈસુ ખ્રિસ્તનો જન્મ મધર મેરી અને પતિ જોસેફના ઘરે બેથલહેમમાં થયો હતો. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે. નાતાલના તહેવારમાં ક્રિસમસ ટ્રીનું વિશે મહત્વ છે. બાળકો માટે આ દિવસ બહુ જ વિશેષ હોય છે કારણ કે લાલ કલરના કપડાં પહેરીને સાન્તાક્લોઝ બનીને આવનાર એક વ્યક્તિ તેમને ભેટ-સોગાંદ આપે છે.

નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ નામનો શબ્દ “ક્રાઇસ્ટ્સ માસ” નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ મધ્યકાલિન અંગ્રેજી ભાષાના શબ્દ ક્રિસ્ટેમાસે અને પૌરાણિક અંગ્રેજી ભાષાના શબ્દ ક્રાઇસ્ટેસ માએસે ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દસમૂહનો પ્રથમ વખત પ્રયોગ 1038માં કરવામાં આવ્યો હતો.[૧૦] “ક્રાઇસ્ટેસ” શબ્દ ગ્રીક ભાષાના શબ્દ ક્રિસ્ટોસ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે જ્યારે “માએસે” શબ્દ લેટિન ભાષાના મિસા (પવિત્ર સમૂહ) નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે.
ગ્રીક ભાષામાં ઈશુ ખ્રિસ્તના નામ ક્રાઇસ્ટના પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી મૂળાક્ષર X (ચિ)નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે રોમન ભાષામાં અંગ્રેજી મૂળાક્ષર X નો ઉપયોગ 16મી સદીના મધ્ય ભાગથી ક્રાઇસ્ટ એટલે કે ઈશુ ખ્રિસ્તના નામનાં ટૂંકા સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી.[૧૧] તેના કારણે ઘણી વખત ક્રિસમસનાં ટૂંકા સ્વરૂપ માટે અંગ્રેજી ભાષામાં Xmas શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. (સ્ત્રોઃ વિકિપીડિયા)
આ પણ વાંચોઃ 21 ડિસેમ્બરનો ઇતિહાસ: રેડિયમની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી? જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ
અટલ બિહારી વાજપેયીનો જન્મદિન – ભારતીય રાજકારણના અજાતશુત્ર
આજે ભારતના 10માં વડાપ્રધાન અને લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ છે. તેનો જન્મ વર્ષ 1924માં 25 ડિસેમ્બરના રોજ ગ્વાલિયરમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમણે ગ્લાલિયરની તે સમયની વિક્યોરીયા કોલેજ જે હાલ લક્ષ્મીબાઇ કોલેજ તરીકે ઓળખાય છે તેમાં હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી.
ત્યારબાદ કાનપુરની ડીએવી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો અને ત્યાં જ વકીલાતનો પણ અભ્યાસ કર્યો હતો. શરૂઆતના સમયમાં તેમણે પત્રકાર તરીકે વિવિધ સમાચાર પત્રો – પાંચજન્ય, ક્રાઇસિસ ટાઇમ્સ, સ્વદેશ, વીર અર્જૂન વગેરેમાં કામ કર્યુ હતુ અને તેઓ પત્રકાર અને કવિ તરીકે લોકપ્રિય થયા હતા. તેમને ભારતના રાજકારણના અજાત શત્રુ રાજકારણી તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

તેમણે પહેલીવાર વર્ષ 1957માં ઉત્તરપ્રદેશની બલરામપુર બેઠક પર ભારતીય જનસંઘ પક્ષ તરફથી લોકસભાની ચૂંટણી લડી અને 10 મતોની સરસાઇથી જીત હાંસલ કરી હતી. સંસદમાં તેમણે કાશ્મીર મુદ્દે પોતાના વિચારો પ્રગટ કર્યા અને સૌએ ધ્યાનથી સાંભળ્યુ હતા. તેઓ 26 માર્ચ, 1977 થી 28 જુલાઇ, 1979 સુધી ભારતના વિદેશ મંત્રી તરીકે પણ રહ્યા હતા, તે સમયે મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન હતા.
તેઓ ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. પહેલીવાર તેમણે વર્ષ 1996માં 21 મેના રોજ દેશના વડાપ્રધાનના શપથ લીધા હતા પણ બહુમતી સાબિત ન કરી શકતા તેઓ માત્ર 13 માટે જ પીએમ તરીકે કહી શક્યા હતા. ત્યારબાદ એપ્રિલ 1999થી ઓક્ટોબર 1999 સુધી અટલ બિહાર વાજયેપી કાર્યકારી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં NDAને પૂર્ણ બહુમતી મળી અને તેઓ ત્રીજા વાર ભારતના વડાપ્રધાન બન્યા હતા.
અટલ બિહારી વાજયેપીના કાર્યકાળમાં જ કારગીલ યુદ્ધ થયુ હતુ જેને લઇને તેમણે વિરોધ પક્ષની નિંદાનો પણ સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત તેમણે જ 11 મે 1998ના રોજ પોખરણમાં પાંચ પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ભારતની પરણાણું શક્તિનો પરચો કરાવ્યો હતો. જો કે વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં એનડીએની હાર થઇ અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
તેમને વર્ષ 1992માં પદ્મવિભૂષણ અને વર્ષ 2015માં ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું 93 વર્ષની ઉંમરે 16 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હીમાં નિધન થયુ હતુ.
આ પણ વાંચોઃ 20 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ કેમ ઉજવાય છે, ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ દિવસ?
સુશાસન દિવસ
ભારતના પૂર્વ વડાપ્રધાન અટક બિહારી વાજપેયીના જન્મદિવસને ભારતમાં સુશાસન દિવસ (Good Governance Day) તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં કેન્દ્રની ભાજપ સરકારે અટક બિહારી વાજપેયીના જન્મદિનને સુશાસન દિવસ તરે ઉજવવાની ઘોષણા કરી હતી. સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સુશાસન દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઇ છે.
આ પણ વાંચો | 19 ડિસેમ્બરનો ઇતિહાસ: ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
23 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સાધના (2015) – ભારતીય હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
- સત્યદેવ દુબે (2011) – નાટ્યકાર, પટકથા લેખક, ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક.
- અજીત નાથ રાય (2009) – ભારતના ભૂતપૂર્વ 14મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- સરત ચંદ્ર સિંહા (2005) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને આસામના મુખ્યમંત્રી હતા.
- નૃપેન ચક્રવર્તી (2004) – માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના રાજકારણી હતા.
- જ્ઞાની જેલ ઝૈલ સિંહ (1994) – ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
- ચક્રવર્તી રાજગોપાલાચારી (1972) – ભારતના છેલ્લા ગવર્નર જનરલ.
- પ્રેમ અદીબ (1959) – ભારતીય અભિનેતા.
- સિકંદર હયાત ખાન (1942) – આઝાદી પૂર્વેના સમયગાળામાં પંજાબ રાજ્યના વડા પ્રધાન હતા.
- સ્વાતિ તિરુનલ (1846) – ત્રાવણકોર, કેરળના મહારાજા અને દક્ષિણ ભારતીય કર્ણાટિક સંગીત પરંપરાના શ્રેષ્ઠ સંગીતકારોપૈકીના એક હતા.
આ પણ વાંચોઃ- 18 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે આંતરરાષ્ટ્રીય લઘુમતી દિવસ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ કેમ ઉજવાય છે?





