આજનો ઇતિહાસ 26 એપ્રિલ : વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના દિવસ

Today history 26 April : આજે 26 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ બૌદ્ધિક સંપદા દિન છે. વર્ષ 1986માં આજના દિવસે જ યુક્રેનમાં ચેર્નોબિલ પરમાણું દુર્ઘટના ઘટી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : April 26, 2023 12:15 IST
આજનો ઇતિહાસ 26 એપ્રિલ : વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના દિવસ
દર વર્ષે 26 એપ્રિલના રોજ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ઉજવાય છે.

Today history 26 April : આજે 26 એપ્રિલ 2023 (26 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ બૌદ્ધિક સંપદા દિન છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય કોઇ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરાયેલી સંશોધન, ઇનોવેશન – આવિષ્કાર કે પ્રોડક્શન અંગે જાગૃતિ લાવવાનો અને તેમના યોગદાનને સમ્માનિત કરવાનો છે. તો વર્ષ 1986માં યુક્રેનના પ્રિપરિયાત શહેરના ચેર્નોબિલ પાવર પ્લાન્ટમાં ભયંકર પરમાણું દુર્ઘટના ઘટી હતી. તેને ધ્યાનમાં રાખી વર્ષ 2016માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 26 એપ્રિલને ‘ઇન્ટરનેશનલ ચેર્નોબિલ આપદા સ્મરણ દિવસ’ તરીકે ઓળખવાનું નક્કી કર્યું છે. જાણો ઇતિહાસની તવારીખમાં (26 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

26 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1970 – વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (World Intellectual Property Organization (WIPO))ની સ્થાપના કરવામાં આવી.

વિશ્વ બૌદ્ધિક સંપદા દિન

દર વર્ષે 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિન (World Intellectual Property Day) ઉજવાય છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (World Intellectual Property Organization (WIPO)) દ્વારા વર્ષ 2001થી વિશ્વ બૌદ્ધિક સપંદા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) પુરી પાડવા વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા વિશ્વભરમાં સમાજના વિકાસ માટે આપેલા યોગદાનની ઉજવણી કરવાનો છે”. નોંધનીય છે કે, વર્ષ 1970માં આજના જ દિવસે “વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન”ની સ્થાપના થઈ હતી અને તેના ધ્યાનમાં રાખતા 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોઇ વ્યક્તિ કે સંસ્થા – સંગઠન દ્વારા કરવામાં આવેલા કોઈપણ સર્જન, સંગીત, સાહિત્યિક કૃતિ, કલા, શોધ, નામ અથવા ડિઝાઇન વગેરેને તે વ્યક્તિ અથવા સંસ્થાની ‘બૌદ્ધિક સંપત્તિ’ કહેવામાં આવે છે. આ રચનાઓ – સંશોધન પર જે-તે વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા મેળવેલા અધિકારોને ‘બૌદ્ધિક સંપદા અધિકાર’ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ 25 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ મલેરિયા દિવસ, દૂરદર્શન પર પહેલીવાર રંગીન પ્રસારણ થયુ

  • 1986 – યુક્રેનના પ્રિપરિયાત શહેરના ચેર્નોબિલ  પાવર પ્લાન્ટમાં પરમાણું દુર્ઘટના ઘટી હતી,જે દુનિયામાં સૌથી ભયંકર પરમાણું આપદા પૈકીની છે. વર્ષ 2016માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 26 એપ્રિલને ‘ઇન્ટરનેશનલ ચેર્નોબિલ આપદા સ્મરણ દિવસ’ તરીકે ઓળખવાનું નક્કી કર્યું છે.
  • 1999 – નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન અને નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ મનમોહન અધિકારીનું અવસાન.
  • 2004 – ઈરાકના નવા ધ્વજને માન્યતા આપવામાં આવી.
  • 2006 – ભારત અને ઉઝબેકિસ્તાને 6 કરારો પર હસ્તાક્ષર કર્યા.
  • 2007 – જાપાની કંપની સોનીએ વર્ષ 2010 સુધીમાં ભારતમાં 2 બિલિયન ડોલરના બિઝનેસનું લક્ષ્ય નક્કી કર્યું છે.
  • 2008 – વડાપ્રધાન મનમોહન સિંહે જમ્મુ અને કાશ્મીરમાં 390 મેગાવોટનો દુલ્હસ્તી હાઇડલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો.
  • અમેરિકાએ ભારત સાથેના 123 કરારમાં કોઈપણ ફેરફારની શક્યતાને નકારી કાઢી હતી.
  • 2010 – બિહાર સરકારે બિહારના પ્રખ્યાત ચિનીયા કેળાને ‘ગંગા કેળા’ તરીકે બ્રાંડ કરવાનું શરૂ કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ 24 એપ્રિલનો ઇતિહાસ : રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, સચિન તેંડુલકરનો જન્મદિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • વિજય કુમાર યાદવ (1996) – ભારતના જુડો ખેલાડી.
  • નીતિન બોઝ (1987)- પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, સિનેમેટોગ્રાફર અને લેખક.
  • મીનુ મુમતાઝ (1942) – ભારતીય અભિનેત્રી હતી.
  • સર્વ મિત્ર સિકરી (1908) – ભારતના ભૂતપૂર્વ 13મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • કૃષ્ણ ચંદ્ર ગજપતિ (1892) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા.
  • પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી (1864) – સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્ય સમાજના પાંચ મુખ્ય નેતા પૈકીના એક હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 23 એપ્રિલ : વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ – પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો છે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • પ્રભા રાવ (2010) – રાજસ્થાનના રાજ્યપાલ.
  • સ્વામી રંગનાથાનંદ (2005) – ‘રામકૃષ્ણ સંઘ’ના હિન્દુ સાધુ હતા. તેમનું અગાઉનું નામ ‘શંકરન કુટ્ટી’ હતું.
  • શંકર (1987)- પ્રખ્યાત સંગીતકાર (શંકર જયકિશન)
  • મલયજ (1982) – જાણીતા કવિ અને વિવેચક હતા.
  • લક્ષ્મણ સિંહ ગિલ (1969) – શિરોમણી અકાલી દળના રાજકારણી હતા.
  • શ્રીનિવાસ આયંગર રામાનુજન (1920) – આધુનિક સમયના મહાન ભારતીય ગણિતશાસ્ત્રી
  • મુહમ્મદશાહ રોશન અખ્તર (1748) – મુઘલ વંશના 14મા સમ્રાટ હતા.

આ પણ વાંચોઃ  22 એપ્રિલનો ઇતિહાસ : આજે પૃથ્વી દિવસ અને વિશ્વ જળ દિવસ છે, ધરતીનું જતન અને પાણીનું રક્ષણ કરીયે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ