આજનો ઇતિહાસ 6 એપ્રિલ : ભાજપનો સ્થાપના દિન – ભારતનો સૌથી મોટી રાજકીય પક્ષ

Today history 6 April : આજે 6 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપનો સ્થાપના દિન છે. વર્ષ 1930માં આજના દિવસે જ મહાત્મા ગાંધીજીનો દાંડી સત્યાગ્રહ પૂર્ણ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
April 06, 2023 06:54 IST
આજનો ઇતિહાસ 6 એપ્રિલ : ભાજપનો સ્થાપના દિન – ભારતનો સૌથી મોટી રાજકીય પક્ષ
વર્ષ 1980માં 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી એટલે કે 'ભાજપ'ની સ્થાપના થઇ હતી.

Today history 6 April : આજે 6 એપ્રિલ 2023 (6 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપનો સ્થાપના દિન છે. વર્ષ 1980માં આજના દિવસે જ જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી. વર્ષ 1930માં આજના દિવસે જ મહાત્મા ગાંધીજીનો દાંડી સત્યાગ્રહ પૂર્ણ થયો હતો. આજે હૈદારબાદના છેલ્લા નિઝામ ઉસ્મા અલી, ફિલ્મ અભિનેત્રી સુચિત્રા સેનનો જન્મ દિવસ છે. તો હરિયાણા રાજ્યના જન્મદાતા ગણાતા ચૌધરી દેવી લાલાનું વર્ષ 2001માં આજના દિવસે અવસાન થયું હતં. જાણો ઇતિહાસની તવારીખમાં (5 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

6 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1606 – રાજકુમાર ખુસરોએ તેમના પિતા મુઘલ શાસક જહાંગીર સામે બળવો કર્યો.
  • 1917 – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી
  • 1930 – મહાત્મા ગાંધીએ સ્વતંત્ર ભારતની તેમની માંગ પર ભાર આપવા માટે સવિનય અસહકાર આંદોલન શરૂ કર્યું.
  • 1942 – જાપાની લડાયક વિમાનોએ પ્રથમ વખત ભારતીય ક્ષેત્રો પર બોમ્બમારો કર્યો.
  • 1980 – ભારતની રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના થઇ.
  • 1982 – આર્જેન્ટિનાએ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત કોલોની ફોકલેન્ડ પર કબજો કર્યો.
  • 1985 – પાબ્લો પિકાસોના સમકાલીન વિશ્વ વિખ્યાત કલાકાર માર્ક શાગલનું પેરિસમાં અવસાન થયું.
  • 1998 – પાકિસ્તાન દ્વારા ઘોરી મિસાઈલનું સફળ પ્રક્ષેપણ.
  • 1999- નેપાળમાં ફરીથી પાંચસો રૂપિયાના મૂલ્યની ભારતીય નોટો ચલાવવાની જાહેરાત.

આ પણ વાંચોઃ 5 એપ્રિલનો ઇતિહાસ : ભારતમાં ‘નેશનલ મેરીટાઇમ ડે’ની ઉજવણી, બાબુ જગજીવન રામની જન્મજયંતિ એટલે ‘સમતા દિવસ’

  • 2000 – કરાચીની એક અદાલતે બરતરફ કરાયેલા વડાપ્રધાન નવાઝ શરીફને આતંકવાદ અને વિમાન અપહરણના કેસમાં આજીવન કેદની સજા ફટકારી.
  • 2003 – ઉત્તરી હોન્ડુરાસમાં જેલમાં રમખાણોમાં 86 કેદીઓ માર્યા ગયા.
  • 2005- કુર્દિશ નેતા જલાલ તલાબાની ઇરાકના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 2007 – બંગાળી લેખિકા લીલા મજુમદારનું અવસાન.
  • 2008 – એલટીટીઈના ફિદાયીન હુમલામાં હાઈવે મંત્રી જયરાજ ફર્નાન્ડોપુલે સહિત 12 લોકો માર્યા ગયા હતા. ઇથોપિયાની એક અદાલતે પાંચ ટોચના અધિકારીઓને હવાઈ હુમલામાં દોષી ઠેરવ્યા બાદ પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.
  • 2010 – ભારતના નાણામંત્રી પ્રણવ મુખર્જી અને ભારતની મુલાકાતે આવેલા યુએસ નાણામંત્રી ટિમોથી ગેથનરે આર્થિક ભાગીદારી અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 2013 – રાહી સરનોબતે 5 એપ્રિલ 2013ના રોજ દક્ષિણ કોરિયાના ચાંગવાનમાં આયોજિત ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ સ્પર્ધાની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચોઃ 4 એપ્રિલ : જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ, વિશ્વ ઉંદર દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • પ્રણતિ નાયક (1995) – ભારતના જિમનાસ્ટ રમતવીર.
  • સંજય સૂરી (1971) – બોલિવૂડ અભિનેતા
  • દિલીપ વેંગસરકર (1956) – ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ અને મહાન ખેલાડી.
  • મુમતાઝ મહેલ (1593) – આસફ ખાનની પુત્રી, જેમણે મુઘલ સમ્રાટ ‘ખુર્રમ’ (શાહજહાં) સાથે લગ્ન કર્યા હતા.
  • ઓસ્માન અલી (1886) – હૈદરાબાદના છેલ્લા નિઝામ
  • પ્યારેલાલ ખંડેલવાલ (1929) – રાજકારણી
  • સુચિત્રા સેન (1931) – પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી

આ પણ વાંચોઃ 3 એપ્રિલનો ઇતિહાસ : 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફીલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • પ્રતિમા દેવી (અભિનેત્રી) (2021) – કન્નડ સિનેમાની પ્રખ્યાત ભારતીય અભિનેત્રી હતી.
  • ચૌધરી દેવી લાલ (2001)- ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય રાજકારણના તજજ્ઞ, ખેડૂતોના મસીહા, મહાન સ્વતંત્રતા સેનાની, હરિયાણાના જન્મદાતા.
  • મહાશય રાજપાલ (1929) – પ્રખ્યાત હિન્દી ભાષાના સેવક અને પ્રકાશક.

આ પણ વાંચોઃ 2 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ, અજય દેવગનનો બર્થ ડે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ