Today history 7 March : આજે 7 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે (National Sportsmanship Day) છે. વર્ષ 1991માં માર્ચ મહિનાના પ્રથમ મંગળવારને રમતગમતમાં ખેલદિલીને પ્રોત્સાહન આપવા નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1876માં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ (alexander graham bell)ને તેમની શોધ માટે પેટન્ટ મળ્યું, જેને તેમણે ટેલિફોન (telephone) નામ આપ્યું. પ્રખ્યાત વ્યક્તિઓની વાત કરીયે બોલીવુડ એક્ટર અનુપમ ખેર (anupam kher) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદનો (ghulam nabi azad) આજે જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (7 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
7 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1876 - એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને તેમની શોધ માટે પેટન્ટ મળ્યું, જેને તેમણે ટેલિફોન નામ આપ્યું.
- 1991 – ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂ દ્વારા વર્ષ 1991થી માર્ચ મહિનાના પ્રથમ ગુરુવારને નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે તરીકે ઉજવવાની ઘોષણા કરી.
'નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે'
આજે 'નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે' છે. વર્ષ 1991થી દર વર્ષે માર્ચના પ્રથમ મંગળવારે 'નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે' (National Sportsmanship Day) ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટે સૌ પ્રથમ દુનિયાભરમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને રમતવીરોની ભાવિ પેઢીઓ માટે ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા માટે 'નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે ' ઉજવવાની શરૂઆત કરી હતી. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોને ખેલદિલીના મહત્વ વિશે જણાવવાનો છે. તે નિષ્પક્ષ રમત, શ્રેષ્ઠ શિષ્ટાચાર અને સારા ચરિત્રને પ્રોત્સાહિત કરે છે. આ દિવસ એથ્લેટ્સ અને રમતગમતના ચાહકોને રમતમાં સારું હોવું એ એક માત્ર મહત્વપૂર્ણ ગુણ નથી, સારી ખેલદિલી દર્શાવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
- 2001 – ફિજીમાં વચગાળાની સરકારનું રાજીનામું.
- 2003 – રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો છઠ્ઠી મુદત માટે ક્યુબાની સંસદના પ્રમુખ તરીકે ચૂંટાયા, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર સરકારના વડા છે.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 6 માર્ચ : ‘નેશનલ ડ્રેસ ડે’, મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તીનું અવસાન
- 2006 – ઈરાનના રાષ્ટ્રપતિએ યુનાઈટેડ નેશન્સ ન્યુક્લિયર એજન્સી પાસેથી દેશની પરમાણુ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ માટે ક્ષતિપૂર્તિ એટલે કે વળતરની માંગ કરી.
- 2007 – ભારત અને પાકિસ્તાન આતંકવાદની તપાસમાં મદદ કરવા તૈયાર.
- 2008 – ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં શાસક ડાબેરી મોરચાએ સતત ચોથી વખત જીત મેળવી છે. અવકાશયાત્રીઓએ મંગળ પર તળાવની શોધ કરી.
- 2009 – મુખ્ય ધાતુ કંપની સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકામાં ત્રીજી સૌથી મોટી કોપર ઉત્પાદક કંપની અસારકોને હસ્તગત કરવાની જાહેરાત કરી.
આ પણ વાંચોઃ 5 માર્ચનો ઇતિહાસ – ‘ઇન્ડિયન એર ફોર્સના પિતા’ સુબ્રોતો મુખર્જીનો જન્મદિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અનુપમ ખેર (1955) – ભારતીય અભિનેતા.
- ગુલામ નબી આઝાદ (1949) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રખ્યાત અને વરિષ્ઠ રાજકારણી.
- સૈયદ સિબ્તે રાઝી (1939) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
- નરી કોન્ટ્રાક્ટર (1934) – ભારતના પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી.
- રવીન્દ્ર કેલકર (1925) – કોંકણી સાહિત્યના સૌથી મજબૂત સ્તંભ હતા.
- રામપ્રસાદ શર્મા ‘મહર્ષિ’ (1922) – ભારતના પ્રખ્યાત કવિ હતા.
- અજ્ઞાની, સચ્ચિદાનંદ હિરાનંદ વાત્સ્યાયન (1911) – હિન્દી ભાષાના પ્રખ્યાત લેખક.
આજનો ઇતિહાસ – 4 માર્ચનો ઇતિહાસ – ભારતમાં ‘નેશનલ સેફ્ટી ડે’ની ઉજવણી, શિકાગો શહેરની સ્થાપના થઇ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- રવિ (સંગીતકાર) (2012) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.
- પ્રકાશ મેહરોત્રા (1988) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- પરમહંસ યોગાનંદ (1952) – ભારતીય ગુરુ.
- ગોવિંદ વલ્લભ પંત (1961) – ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને સ્વતંત્રતા સેનાની હતા.
- દયારામ સાહની (1939) – ભારતના પ્રખ્યાત પુરાતત્વવિદ્ હતા.