ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામે સૌને ચોંકાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી ઇતિહાસ રચી પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે. ભાજપની આ ઐતિહાસિક જીતની સાથે ગુજરાતમાંથી કોંગ્રેસનો પંજો તૂટી ગયો છે. જોકે કોંગ્રેસના પતનની સાથે આમ આદમી પાર્ટીના રૂપમાં ભાજપ સામે એક મજબૂત હરીફનો ઉદય થયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ ગુરૂવારે જાહેર થતાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 156 બેઠકો જીતી ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી રાજનીતિમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ધમાકેદાર ઉદય થયો છે. ભાજપને જાણે સીધો પડકાર ફેંક્યો હોય એ રીતે પાંચ બેઠકો પર જીત મેળવી અને 35 બેઠકો પર બીજા નંબરની પાર્ટી તરીકે ઉપસી આવી છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપે 156 બેઠકો સાથે ઇતિહાસ સર્જયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જોકે ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં જાણે કોંગ્રેસનો છેદ ઉડી ગયો છે. ગુજરાતના રાજકારણમાંથી કોંગ્રેસના વળતા પાણી દેખાઇ રહ્યા છે. કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મળીછે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રૂપમાં ભાજપ સામે વધુ એક હરીફ પાર્ટીનો ઉદય થયો છે.
જાણો ગુજરાત ચૂંટણી 2022 પરિણામ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 1 કરોડ 67 લાખ કરતાં વધુ મતદારોએ પોતાનો મત આપતાં કુલ 52.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 86 લાખ 83 હજાર મતદારોએ જનાદેશ આપતાં 27.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે પ્રથમ વખત વધુ બેઠકો પર ઝંપલાવનાર આમ આદમી પાર્ટીને 41 લાખ 12 હજારથી વધુ મત મળતાં 12.9 ટકા વોટ શેર મળ્યો છે.
બેઠક વિજેતા (આમ આદમી પાર્ટી) હરીફ માર્જીન જામજોધપુર આહીર હેમંતભાઇ ચીમનભાઇ સાપરીયા (ભાજપ) 10403 વિસાવદર ભૂપેન્દ્ર ભાયાણી હર્ષદ રીબડીયા (ભાજપ) 7063 ગારીયાધર સુધીરભાઇ વાઘાણી મકરાણી કેશુભાઇ (ભાજપ) 4819 બોટાદ મકવાણા ઉમેશભાઇ ઘનશ્યામભાઇ વિરાણી (ભાજપ) 2779 ડેડીયાપાડા ચૈતરભાઇ વસાવા હિતેશ વસાવા (ભાજપ) 40282
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ધમાકેદાર ઉદય થયો છે. ભાજપને જાણે સીધો પડકાર ફેંક્યો હોય એ રીતે પાંચ બેઠકો પર જીત મેળવી અને 35 બેઠકો પર બીજા નંબરની પાર્ટી તરીકે ઉપસી આવી છે.
બેઠક વિજેતા હરીફ (આપ) માર્જીન ભિલોડા પી સી બરંડા (ભાજપ) રૂષિભાઇ ભગોરા 28768 વિરમગામ હાર્દિક પટેલ (ભાજપ) અમરસિંહ અણદાજી ઠાકોર 51707 લીમડી કિરીટસિંહ જીતુભા રાણા (ભાજપ) મયુરભાઇ મેરાભાઇ સકારીયા 23146 વઢવાણ જગદીશભાઇ પ્રભુભાઇ મકવાણા (ભાજપ) બજરંગ હિતેશકુમાર ભગવાનજીભાઇ પટેલ 65489 ચોટીલા ચૌહાણ શામજીભાઇ ભીમજીભાઇ (ભાજપ) કપરાડા રાજુભાઇ મેરામભાઇ 25642 રાજકોટ દક્ષિણ રમેશભાઇ ટીલાળા (ભાજપ) શિવલાલ બરાસીયા 78864 રાજકોટ ગ્રામ્ય ભાનુબેન બાબરીયા (ભાજપ) વશરામભાઇ સાગઠીયા 48494 જસદણ કુંવરજીભાઇ બાવળીયા (ભાજપ) તેજશભાઇ ભીખાભાઇ ગાજીપરા 16172 જેતપુર જયેશભાઇ રાદડીયા (ભાજપ) રોહિતભાઇ ભુવા 76926 કાલાવડ ચાવડા મેઘજીભાઇ (ભાજપ) ડો. જગદીશ સોલંકી 15850 જામનગર ગ્રામ્ય પટેલ રાઘવજીભાઇ (ભાજપ) પ્રકાશ ધીરબભાઇ ડાંગા 47500 જામનગર ઉત્તર રિવાબા જાડેજા (ભાજપ) કરસનભાઇ આહીર 53570 ખંભાળીયા મુલુભાઇ બેરા (ભાજપ) ઇસુદાન ગઢવી 18745 તલાલા ભગાભાઇ બારડ (ભાજપ) દેવેન્દ્રભાઇ સોલંકી 20055 ધારી જયસુખ કાકડીયા (ભાજપ) કાન્તિભાઇ સતાસીયા 8717 ગઢડા મહંત શંભુનાથ (ભાજપ) રમેશભાઇ પરમાર 26694 મોરવા હડફ સુથાર નિમિષાબેન (ભાજપ) ભનાભાઇ મનસુખભાઇ ડામોર 48877 ફતેપુરા કટારા રમેશભાઇ (ભાજપ) ગોવિંદભાઇ દલાભાઇ પરમાર 19531 જાલોદ મહેશભાઇ ભુરીયા (ભાજપ) અનિલભાઇ ગરાસિયા 35222 લીમખેડા શૈલેષભાઇ ભાભોર (ભાજપ) નરેશભાઇ બારીયા 3663 દેવગઢ બારીયા બચુભાઇ ખાબડ (ભાજપ) ભરતસિંહ વખાલા 44201 જેતપુુર જયંતિભાઇ રાઠવા (ભાજપ) રાધિકાબેન રાઠવા 38106 માંગરોળ ગણપત વસાવા (ભાજપ) સ્નેહલ વસાવા 51423 કામરેજ પ્રફુલ્લ પંસેરીયા (ભાજપ) રામ ધડુક 74697 સુરત ઉત્તર કાંતિભાઇ બલાર (ભાજપ) મહેન્દ્ર નવાડિયા 34293 વરાછા રોડ કિશોર કાનાણી (ભાજપ) અલ્પેશ કથેરીયા 16834 કારંજ પ્રવિણ ઘોઘારી (ભાજપ) મનોજ સોરઠિયા 35974 લિંબાયત સંગીતાબેન પાટીલ (ભાજપ) પંકજભાઇ તાયડે 57970 મજુરા હર્ષ સંઘવી (ભાજપ) પી વી એસ શર્મા 116675 કતાર ગામ વિનોદ મોરડિયા (ભાજપ) ગોપાલ ઇટાલીયા 64627 ચોર્યાસી સંદિપ દેસાઇ (ભાજપ) પ્રકાશ ભાઇ કોન્ટ્રાક્ટર 186418 વ્યારા મોહનભાઇ કુકાણી (ભાજપ) બિપિનચંદ્ર ચૌધરી 22120 ધરમપુર અરવિંદ છોટુભાઇ પટેલ (ભાજપ) કમલેશભાઇ પટેલ 33327 વલસાડ ભરતભાઇ પટેલ (ભાજપ) રાજેશભાઇ મંગુભાઇ પટેલ 103776 નરોડા પાયલ કુકરાણી (ભાજપ) ઓમપ્રકાશ તિવારી 83513
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો