scorecardresearch

Gujarat Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ, ભાજપે રચ્યો ઇતિહાસ, કોંગ્રેસ સાફ અને આપનો ઉદય

Gujarat Assembly Election Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામે સૌને ચોંકાવી તો દીધા છે સાથોસાથ ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય પણ શરૂ કર્યો છે.

Gujarat Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ, ભાજપે રચ્યો ઇતિહાસ, કોંગ્રેસ સાફ અને આપનો ઉદય
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામે સૌને ચોંકાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી ઇતિહાસ રચી પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે. ભાજપની આ ઐતિહાસિક જીતની સાથે ગુજરાતમાંથી કોંગ્રેસનો પંજો તૂટી ગયો છે. જોકે કોંગ્રેસના પતનની સાથે આમ આદમી પાર્ટીના રૂપમાં ભાજપ સામે એક મજબૂત હરીફનો ઉદય થયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ ગુરૂવારે જાહેર થતાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 156 બેઠકો જીતી ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી રાજનીતિમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ધમાકેદાર ઉદય થયો છે. ભાજપને જાણે સીધો પડકાર ફેંક્યો હોય એ રીતે પાંચ બેઠકો પર જીત મેળવી અને 35 બેઠકો પર બીજા નંબરની પાર્ટી તરીકે ઉપસી આવી છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપે 156 બેઠકો સાથે ઇતિહાસ સર્જયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જોકે ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં જાણે કોંગ્રેસનો છેદ ઉડી ગયો છે. ગુજરાતના રાજકારણમાંથી કોંગ્રેસના વળતા પાણી દેખાઇ રહ્યા છે. કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મળીછે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રૂપમાં ભાજપ સામે વધુ એક હરીફ પાર્ટીનો ઉદય થયો છે.

જાણો ગુજરાત ચૂંટણી 2022 પરિણામ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 1 કરોડ 67 લાખ કરતાં વધુ મતદારોએ પોતાનો મત આપતાં કુલ 52.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 86 લાખ 83 હજાર મતદારોએ જનાદેશ આપતાં 27.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે પ્રથમ વખત વધુ બેઠકો પર ઝંપલાવનાર આમ આદમી પાર્ટીને 41 લાખ 12 હજારથી વધુ મત મળતાં 12.9 ટકા વોટ શેર મળ્યો છે.

બેઠકવિજેતા (આમ આદમી પાર્ટી)હરીફમાર્જીન
જામજોધપુરઆહીર હેમંતભાઇચીમનભાઇ સાપરીયા (ભાજપ)10403
વિસાવદરભૂપેન્દ્ર ભાયાણીહર્ષદ રીબડીયા (ભાજપ)7063
ગારીયાધરસુધીરભાઇ વાઘાણીમકરાણી કેશુભાઇ (ભાજપ)4819
બોટાદમકવાણા ઉમેશભાઇઘનશ્યામભાઇ વિરાણી (ભાજપ)2779
ડેડીયાપાડાચૈતરભાઇ વસાવાહિતેશ વસાવા (ભાજપ)40282

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ધમાકેદાર ઉદય થયો છે. ભાજપને જાણે સીધો પડકાર ફેંક્યો હોય એ રીતે પાંચ બેઠકો પર જીત મેળવી અને 35 બેઠકો પર બીજા નંબરની પાર્ટી તરીકે ઉપસી આવી છે.

બેઠકવિજેતાહરીફ (આપ)માર્જીન
ભિલોડાપી સી બરંડા (ભાજપ)રૂષિભાઇ ભગોરા28768
વિરમગામહાર્દિક પટેલ (ભાજપ)અમરસિંહ અણદાજી ઠાકોર51707
લીમડીકિરીટસિંહ જીતુભા રાણા (ભાજપ)મયુરભાઇ મેરાભાઇ સકારીયા23146
વઢવાણજગદીશભાઇ પ્રભુભાઇ મકવાણા (ભાજપ)બજરંગ હિતેશકુમાર ભગવાનજીભાઇ પટેલ65489
ચોટીલાચૌહાણ શામજીભાઇ ભીમજીભાઇ (ભાજપ)કપરાડા રાજુભાઇ મેરામભાઇ25642
રાજકોટ દક્ષિણરમેશભાઇ ટીલાળા (ભાજપ)શિવલાલ બરાસીયા78864
રાજકોટ ગ્રામ્યભાનુબેન બાબરીયા (ભાજપ)વશરામભાઇ સાગઠીયા48494
જસદણકુંવરજીભાઇ બાવળીયા (ભાજપ)તેજશભાઇ ભીખાભાઇ ગાજીપરા16172
જેતપુરજયેશભાઇ રાદડીયા (ભાજપ)રોહિતભાઇ ભુવા76926
કાલાવડચાવડા મેઘજીભાઇ (ભાજપ)ડો. જગદીશ સોલંકી15850
જામનગર ગ્રામ્યપટેલ રાઘવજીભાઇ (ભાજપ)પ્રકાશ ધીરબભાઇ ડાંગા47500
જામનગર ઉત્તરરિવાબા જાડેજા (ભાજપ)કરસનભાઇ આહીર53570
ખંભાળીયામુલુભાઇ બેરા (ભાજપ)ઇસુદાન ગઢવી18745
તલાલાભગાભાઇ બારડ (ભાજપ)દેવેન્દ્રભાઇ સોલંકી20055
ધારીજયસુખ કાકડીયા (ભાજપ)કાન્તિભાઇ સતાસીયા8717
ગઢડામહંત શંભુનાથ (ભાજપ)રમેશભાઇ પરમાર26694
મોરવા હડફસુથાર નિમિષાબેન (ભાજપ)ભનાભાઇ મનસુખભાઇ ડામોર48877
ફતેપુરાકટારા રમેશભાઇ (ભાજપ)ગોવિંદભાઇ દલાભાઇ પરમાર19531
જાલોદમહેશભાઇ ભુરીયા (ભાજપ)અનિલભાઇ ગરાસિયા35222
લીમખેડાશૈલેષભાઇ ભાભોર (ભાજપ)નરેશભાઇ બારીયા3663
દેવગઢ બારીયાબચુભાઇ ખાબડ (ભાજપ)ભરતસિંહ વખાલા44201
જેતપુુરજયંતિભાઇ રાઠવા (ભાજપ)રાધિકાબેન રાઠવા38106
માંગરોળગણપત વસાવા (ભાજપ)સ્નેહલ વસાવા51423
કામરેજપ્રફુલ્લ પંસેરીયા (ભાજપ)રામ ધડુક74697
સુરત ઉત્તરકાંતિભાઇ બલાર (ભાજપ)મહેન્દ્ર નવાડિયા34293
વરાછા રોડકિશોર કાનાણી (ભાજપ)અલ્પેશ કથેરીયા16834
કારંજપ્રવિણ ઘોઘારી (ભાજપ)મનોજ સોરઠિયા35974
લિંબાયતસંગીતાબેન પાટીલ (ભાજપ)પંકજભાઇ તાયડે57970
મજુરાહર્ષ સંઘવી (ભાજપ)પી વી એસ શર્મા116675
કતાર ગામવિનોદ મોરડિયા (ભાજપ)ગોપાલ ઇટાલીયા64627
ચોર્યાસીસંદિપ દેસાઇ (ભાજપ)પ્રકાશ ભાઇ કોન્ટ્રાક્ટર186418
વ્યારામોહનભાઇ કુકાણી (ભાજપ)બિપિનચંદ્ર ચૌધરી22120
ધરમપુરઅરવિંદ છોટુભાઇ પટેલ (ભાજપ)કમલેશભાઇ પટેલ33327
વલસાડભરતભાઇ પટેલ (ભાજપ)રાજેશભાઇ મંગુભાઇ પટેલ103776
નરોડાપાયલ કુકરાણી (ભાજપ)ઓમપ્રકાશ તિવારી83513

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો

Web Title: Gujarat assembly election 2022 result aam adami party move on

Best of Express