Gujarat Assembly Election Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં જાણે મોદી બુલડોઝર ફરી વળ્યું જેમાં કોંગ્રેસ દબાઇ ગયું છે. ગત ચૂંટણીમાં જે ઉત્તર ગુજરાતે ભાજપને ખાસ બેઠકો આપી ન હતી પરંતુ આ વખતે મોદીનો જાદુ કામ કરી ગયો અને ભાજપે ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસને જાણે સાફ કરી નાંખ્યું. ગત ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને માત્ર 14 બેઠકો મળી હતી જે આ વખતે 22 બેઠકો જીતી છે. કોંગ્રેસને અગાઉ 17 બેઠકો મળી હતી જે આ વખતે ડબલ આંકડામાં પણ આવી નથી અને માત્ર 8 બેઠક પર અટકી ગયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે 156 બેઠકો સાથે સૌથી મોટી જીત મેળવી ઇતિહાસ સર્જી દીધો છે. ગુજરાતમાં મોદીનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે અને ભાજપને બમ્પર જીત મળી છે. મોદી મેજીકે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન મહેસાણા અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આ વખતે અહીં મોદી મોદી થયું છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના મતદારોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે. ગત વિધાનસભા 2017 ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને માત્ર 14 બેઠકો જ મળી હતી જે આ વખતે 22 બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસનો સફાયો થતાં માત્ર 8 બેઠકો જ મળી છે. જે ગત ચૂંટણીમાં 17 બેઠકો મળી હતી.
મહેસાણા જિલ્લો : ભાજપની 6 બેઠક પર જીત
મહેસાણા જિલ્લાની સાત બેઠકો પૈકી ગત ચૂંટણીમાં ભાજપને મહેસાણા, કડી, વિસનગર, ખેરાલુ અને વિજાપુર બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસનો બેચરાજી અને ઊંઝા બેઠક પર વિજય થયો હતો. આ ચૂંટણી ત્રણ બેઠક પર ઉલટફેર થયો છે. વિજાપુર બેઠક કોંગ્રેસે આંચકી લીધી છે. જ્યારે બેચરાજી અને ઊંઝા બેઠક પર ભાજપનો વિજય થયો છે.
ઠક ક્રમાંક બેઠકનું નામ જીત જીત ઉમેદવાર માર્જિન 20 ખેરાલુ ભાજપ ભાજપ સરદારભાઈ ચૌધરી 3964 21 ઊંઝા કોંગ્રેસ ભાજપ કે. કે. પટેલ 51468 22 વિસનગર ભાજપ ભાજપ ઋષિકેશ પટેલ 34405 23 બેેચરાજી કોંગ્રેસ ભાજપ સુખાજી સોમાજી ઠાકોર 11286 24 કડી ભાજપ ભાજપ કરશનભાઈ સોલંકી 28194 25 મહેસાણા ભાજપ ભાજપ મુકેશકુમાર પટેલ 45794 26 વિજાપુર ભાજપ કોંગ્રેસ સી.જે. ચાવડા 7053
પાટણ જિલ્લામાં ચિત્ર બદલાયું
પાટણ જિલ્લાની ચાર બેઠકો પર ચિત્ર બદલાયું છે. ગત ચૂંટણીમાં ભાજપને એક બેઠક તો કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી. જ્યારે આ વખતે ભાજપ કોંગ્રેસને બે બે બેઠકો મળી છે. રાધનપુર બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી છે અને ભાજપના લવિંગજી ઠાકોરની જીત થઇ છે. જ્યારે ચાણસ્મા બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસના હાથમાં આવી છે. કોંગ્રેસના દિનેશજી ઠાકોરે ભાજપના પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોરને હરાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પાટણ બેઠક જીતી કોંગ્રેસની આબરૂ ટકાવી છે. કોંગ્રેસ પાસેની સિધ્ધપુર બેઠક ભાજપે આંચકી લીધી છે. અહીંથી ભાજપના ચંદનજી ઠાકોરે જીત મેળવી છે.
2017 2022 માર્જિન બેઠક ક્રમાંક બેઠકનું નામ જીત જીત ઉમેદવાર 16 રાધનપુર કોંગ્રેસ ભાજપ લવિંગજી મુળજી સોલંકી 22467 17 ચાણસ્મા ભાજપ કોંગ્રેસ દિનેશજી ઠાકોર 1404 18 પાટણ કોંગ્રેસ કોંગ્રેસ કિરીટભાઈ પટેલ 17177 19 સિધ્ધપુર કોંગ્રેસ ભાજપ બલવંતસિંહ રાજપુત 2814
બનાસકાંઠા જિલ્લામાં ભાજપની જીત
બનાસકાંઠાની પ્રજાએ ગત ચૂંટણીમાં કોંગ્રેસને જનાદેશ આપતાં નવ બેઠકો પૈકી પાંચ બેઠકો પર જીત આપી હતી. ભાજપને ત્રણ બેઠકો જ મળી હતી અને એક વડગામ બેઠક પર અપક્ષનો વિજય થયો હતો. જોકે આ ચૂંટણીમાં બનાસકાંઠાના મતદારોએ ભાજપ ઉપર વિશ્વાસ મુક્યો છે અને ચાર બેઠકો પર જીત આપી છે. જ્યારે કોંગ્રેસને માત્ર ચાર બેઠકો આપી છે. ધાનેરા બેઠક પર અપક્ષનો વિજય થયો છે.
2017 2022 માર્જિન બેઠક ક્રમાંક બેઠકનું નામ જીત જીત ઉમેદવાર 7 વાવ કોંગ્રેસ કોંગ્રેસ ગેનીબેન ઠાકોર 15601 8 થરાદ ભાજપ ભાજપ શંકર ચૌધરી 26506 9 ધાનેરા કોંગ્રેસ અપક્ષ માવજીભાઈ દેસાઈ 35696 10 દાંતા કોંગ્રેસ કોંગ્રેસ કાંતિભાઈ ખરાડી 6327 11 વડગામ અપક્ષ કોંંગ્રેસ જીગ્નેશ મેવાણી 4928 12 પાલનપુર કોંગ્રેસ ભાજપ અનિકેત ગિરીશભાઈ ઠાકર 26980 13 ડિસા ભાજપ ભાજપ પ્રવિણ માળી 42647 14 દિયોદર કોંગ્રેસ ભાજપ કેેશાજી શિવાજી ચૌહાણ 38414 15 કાંકરેજ ભાજપ કોંગ્રેસ અમૃતજી મોતીજી ઠાકોર 5295
સાબરકાંઠા જિલ્લામાં ભાજપને ત્રણ બેઠક
સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠક ભાજપને મળી છે તો કોંગ્રેસને એક જ બેઠક મળી છે. હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ અને ખેડબ્રહ્મા પર કોંગ્રેસની જીત થઇ છે.
2017 2022 માર્જિન બેઠક ક્રમાંક બેઠકનું નામ જીત જીત ઉમેદવાર 27 હિંમતનગર ભાજપ ભાજપ વિરેન્દ્રસિંહ ઝાલા 8860 28 ઇડર ભાજપ ભાજપ રમણલાલ વોરા 39440 29 ખેેડબ્રહ્મા કોંગ્રેસ કોંગ્રેસ તુષાર ચૌધરી 2048 33 પ્રાંતિજ ભાજપ ભાજપ ગજેન્દ્રસિંહ પરમાર 64622
અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સાફ
અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થયો છે. જિલ્લાની ત્રણેય બેઠક ગત ચૂંટણીમાં કોંગ્રેસને મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણેય બેઠક ગુમાવી છે. ભિલોડા અને મોડાસા બેઠક ભાજપને તો બાયડ બેઠક અપક્ષ ઉમેદવારને મળી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ ગયા બાદ ત્યાંથી ટિકિટ ન મળતાં ધવલસિંહ ઝાલાએ બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
2017 2022 માર્જિન બેઠક ક્રમાંક બેઠકનું નામ જીત જીત ઉમેદવાર 30 ભિલોડા કોંગ્રેસ ભાજપ પીસી બરંડા 28668 31 મોડાસા કોંગ્રેસ ભાજપ ભીખુસિંહ પરમાર 34788 32 બાયડ કોંગ્રેસ અપક્ષ ધવલસિંહ ઝાલા 5818
ગાંધીનગરમાં ભાજપનું બુલડોઝર
ગાંધીનગર જિલ્લામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. જિલ્લાની પાંચેય બેઠકો ભાજપે જીતી છે. ગત ચૂંટણીમાં દહેગામ અને ગાંધીનગર દક્ષિણ બેઠક જ ભાજપને મળી હતી. જ્યારે ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલ બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. જે આ વખતે ભાજપે આંચકી લીધી છે. અલ્પેશ ઠાકોરનો ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિજય થયો છે.
2017 2022 માર્જિન બેઠક ક્રમાંક બેઠકનું નામ જીત જીત ઉમેદવાર 34 દહેગામ ભાજપ ભાજપ બલરાજસિંહ ચૌહાણ 16173 35 ગાંધીનગર દક્ષિણ ભાજપ ભાજપ અલ્પેશ ઠાકોર 43064 36 ગાંધીનગર ઉત્તર કોંગ્રેસ ભાજપ રીટાબેન કેતનકુમાર પટેલ 26111 37 માણસા કોંગ્રેસ ભાજપ જયંતિભાઈ પટેલ 39266 38 કલોલ કોંગ્રેસ ભાજપ લક્ષ્મણજી પુંજાજી ઠાકોર 5733
ગુજરાત ચૂંટણી 2022 પરિણામ લેટેસ્ટ ન્યૂઝ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો





