Gujarat Vidhan Sabha Election Result Live Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામના શરૂઆતના ટ્રેન્ડને જોતા એવું દેખાઇ રહ્યુ છે કે, ભાજપ ગુજરાતમાં સૌથી વધારે બેઠકો જીતને નવો રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહી છે. ગુજરાત ભાજપનો મુખ્ય ગઢ છે જ્યાં તેણે વર્ષ 2017માં કેટલી બેઠકો ગુમાવી હતી ત્યાં ફરી જીત હાંસલ કરી છે.
કોંગ્રેસનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્વારા ચૂંટણીમાં આક્રમક પ્રચાર અને ઝીણવટપૂર્વકની વ્યૂહરચના સાથે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધારે બેઠકો જીતવા તરફ અગ્રેસર છે જ્યારે વર્ષ 2017માં તે 99 બેઠક પર સમેટાઇ ગઇ હતી. આ સાથે જ ભાજપ પોતાનો અને કોંગ્રેસ વર્ષ 1985માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો જીતવાનો રેકોર્ડ તોડશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 1985ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં ઉઠેલી સહાનુભૂતિની લહેરને આભારી હતી.
કોંગ્રેસે વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન અને ભાજપ સરકાર સામે ખેડૂત સમૂદાયમાં વ્યાપક રોષનો ફાયદો ઉઠાવવા માટે એક વ્યાપક અભિયાન શરૂ કર્યુ હતુ. જો કે આ વખતે કોંગ્રેસ પાસે ભાજપ પક્ષનો વિરોધ કરવા માટે કોઈ મોટું જન આંદોલન નહોતું.
ચૂંટણીને ધ્યાનમાં રાખી વર્ષ પહેલા ગુજરાતના નેતૃત્વમાં ફેરફાર કર્યો
ગુજરાતમાં ભાજપની મોટી બેઠકો સાથે જીત દર્શાવતા એક્ઝિટ પોલ, પરિવર્તનની ઝંખના તેમજ ધારણાઓની રમતમાં ભાજપની જેમ પારંગત સાબિત થયેલી આમ આદમી પાર્ટી (આપ)ની વ્યૂહરચના વિશે ચિંતિત ભાજપે લગભગ એક વર્ષ અગાઉથી ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી હતી. જેની માટે ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં વ્યાપક ફેરફાર કર્યા હતા. જેમાં વિજય રૂપાણીને હટાવી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, પાટીદાર અનામત આંદોલનને પગલે તત્કાલિકન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે પાટીદાર સમૂહમાં આક્રોષ ફેલાયો હતો. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી યોજાય તેની પહેલા જ વિજય રૂપાણીએ બાગડોર સંભાળી લીધી હતી અને તેઓ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા જો કે પક્ષના લિડરોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા ન હતા.
વિજય રૂપાણીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં નેતૃત્વ ફેરફાર અંગે તેઓ છેલ્લી ઘડી સુધી અંધારામાં હતા અને તેમને મુખ્યમંત્રી પદેથી હટવવામાં આવી રહ્યા છે તે વાતથી તેઓ તદ્દન અજાણ કરતા..
સીઆર પાટીલને જુલાઇ 2020માં નિર્ણાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, તેઓ જીતુ વાધાણી જે પટેલ જ્ઞાતિમાંથી આવતા નેતા છે તેમના સ્થાને પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
પાટીદાર આંદોલનથી વર્ષ 2017માં ફટકો પડ્યો હતો
વિધાનસભા ચૂંટણીના હાલના ટ્રેન્ડ અનુસાર ભાજપ આ વખતે સૌથી વધારે બેઠકો જીતને નવો રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યુ છે. નોંધનિય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકોની સંખ્યા જે વર્ષ 2012માં 115 હતી તે ઘટીને વર્ષ 2017માં 99 થઇ ગઇ હતી. (જો કે ત્યારબાદ કેટલીક બેઠકો પર પેટાચૂંટણીઓ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પક્ષપલટો કરતા ભાજપની બેઠકોની કુલ સંખ્યા 111 સુધી હોંચી હતી). વર્ષ 2017ની ભાજપની 99 બેઠકો જે વર્ષ 1995 પછીની સૌથી ઔછી બેઠકો હતી.
ગુજરાત ચૂંટણી 2022 પરિણામ લેટેસ્ટ ન્યૂઝ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો