આમ આદમી પાર્ટી (આપ પાર્ટી) એ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદેના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે. આપ પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે.
ઇસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે? કેજરીવાલે કર્યો ખુલાસો
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી કરશે તેની ટ્વિટ મારફતે જાણકારી આપી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી જામ ખંભાળીયાથી ચૂંટણી લડશે.
કેજરીવાલે ટ્વિટમાં લખ્યુ કે ‘ખેડૂત, બેરોજગાર યુવાઓ, મહિલાઓ, વેપારીઓની માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે, ભગવાન કૃષ્ણની પાવર ધરતીથી ગુજરાતને એક નવો અને સારો મુખ્યમંત્રી મળશે.’
ઇસુદાન ગઢવી અંગેના ટોપ-3 સમાચાર ઈસુદાન ગઢવીનું કૃષ્ણ નગરી દ્વારકા સાથે શું છે કનેક્શન? જાણો પત્રકારથી આપ નેતા સુધીની રાજકીય સફર ઉમેદવાર જાહેર થયા પછી શું કહ્યું ઈસુદાન ગઢવીએ, કેવા કર્યા વાયદા
નોંધનીય છે કે, કોંગ્રેસે પાર્ટી જામ ખંભાળીયામાં વિક્રમ માડમને અને ભાજપે મુળુ બેરાને ટિકિટ આપી છે. ભાજપે હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલને જ ચૂંટણીમાં મુખ્યમંત્રી પંદના ઉમેદવાર જાહેર કર્યા છે, તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી ચૂંટણી લડશે.