ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસના ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દેવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને બાયડથી ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલ સામે વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને ટિકિટ આપવામાં આવી છે. ધંધુકાથી યુવા નેતા હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ મળી છે.
ભાજપે આજે 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માણસાથી જયંતિભાઇ પટેલ અને ગરબડાથી મહેન્દ્રભાઇ ભાભોરને ટિકિટ આપી છે. ભાજપે પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પછી બીજી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્રીજી યાદીમાં 12 નામો જાહેર કર્યા હતા અને હવે ચોથી યાદીમાં 3 નામોની જાહેરાત કરી છે. આમ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 181 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે ફક્ત 1 સીટના ઉમેદવારોની જાહેરાત બાકી છે.
આ પણ વાંચો – કોંગ્રેસે તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી, વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપી
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી
રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો – કોંગ્રેસના 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?
કોંગ્રેસે 37 ઉમેદવારોની જાહેરાત કરી
બેઠક | ઉમેદવાર |
પાલનપુર | મહેશ પટેલ |
દિયોદર | શિવાભાઇ ભૂરીયા |
કાંકરેજ | અમૃતભાઇ મોતીજી ઠાકોર |
ઊંઝા | અરવિંદભાઇ અમૃતલાલ પટેલ |
વિસનગર | કિર્તીભાઇ પટેલ |
બેેચરાજી | ભોપાજી ઠાકોર |
મહેસાણા | પી કે પટેલ |
ભિલોડા | રાજુ પારઘી |
બાયડ | મહેેન્દ્રસિંહ વાઘેલા |
પ્રાંતિજ | બહેચરજી રાઠોડ |
દિહેગામ | વખતસિંહ ચૌહાણ |
ગાંધીનગર નોર્થ | વિરેન્દ્રસિંહ વાઘેલા |
વિરમગામ | લાખાભાઇ ભરવાડ |
સાણંદ | રમેશ કોળી |
નારણપુરા | સોનલબેન પટેલ |
મણીનગર | સી એમ રાજપૂત |
અસારવા | વિપુલ મુકુંદલાલ પરમાર |
ધોળકા | અશ્વિનસિંહ રાઠોડ |
ધંધુકા | હરપાલસિંહ ચૂડાસમા |
ખંભાત | ચિરાગભાઇ અરવિંદભાઇ પટેલ |
પેટલાદ | ડો. પ્રકાશભાઇ પરમાર |
માતર | સંજયભાઇ પટેલ |
મહેેમદાબાદ | જુવાનસિંહ ગડાભાઇ |
ઠાસરા | કાંતિભાઇ પરમાર |
કપડવંજ | કાલાભાઇ રાજીભાઇ ડાભી |
બાલાસિનોર | અજીતસિંહ પરવતસિંહ ચૌહાણ |
લુણાવાડા | ગુલાબસિંહ |
સંતરામપુર | ગેંડલભાઇ મોતીભાઇ ડામોર |
શહેરા | ખતુભાઇ ગુલાબભાઇ પગી |
ગોધરા | રશ્મિતા દુષ્યંતસિંહ ચૌહાણ |
કાલોલ | પ્રભાતસિંહ |
હાલોલ | રાજેન્દ્ર પટેલ |
દાહોદ | હર્ષદ ભાઇ નિનામા |
સાવલી | કુલદીપસિંહ રાઉલજી |
વડોદરા શહેર | ગુણવંતભાઇ પરમાર |
પાદરા | જશપાલસિંહ પઢિયાર |
કરજણ | પ્રિતેશ પટેલ |
આ પણ વાંચો – કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને-કોને મળી ટિકિટ