ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો જીતને એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તો બીજી બાાજુ કોંગ્રેસ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ઓછી માત્ર 17 બેઠકો જીત શકી છે. વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવાની સાથે સાથે 10 બેઠકો પર ભાજપે એક લાખથી લઇને 1.92 લાખ મતોની સરસાઇ સાથે ભવ્ય જીત મેળવી છે. તો ત્રણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે-કી- ટક્કર જોવા મળી હતી.
10 બેઠકો પર 1 લાખથી વધારે મતો સાથે ભાજપે સરસાઇ મેળવી
હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 10 બેઠકો પર 10 લાખથી મતની સરસાઇ મેળવીને જીત હાંસલ કરી છે. જેમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જે ઘાટલોડીયા બેઠક પર ચૂંટણી લડી અને 1.92 લાખ મત સાથે સરસાઇ મેળવી છે. ભૂપેન્દ્ર પટેલને 2,13,530 મત મળ્યા છે જ્યારે આ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિકને માત્ર 21,267 જ મત મળ્યા છે. તેવી જ રીતે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સરસાઇ વાળી ચોર્યાસી બેઠક પર 1.86 લાખ મતોની સરસાઇ સાથે ભાજપના ઉમેદવાર સંદિપ દેસાઇ વિજય થયા છે. તો મજૂરા બેઠક પરથી ચૂંટણી લડનાર હર્ષ સંઘવી પણ 1.16 લાખ મતની સરસાઇ સાથે વિજય થયા છે.
સૌથી વધારે મતોની સરસાઇ વાળી બેઠકો
ક્રમ ઉમેદવાર પક્ષ બેઠક સરસાઇ 1 ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઘાટલોડીયા 192263 2 સંદિપ દેસાઇ ભાજપ ચોર્યાસી 186418 3 હર્ષ સંઘવી ભાજપ મજુરા 116675 4 મુકેશભાઇ પટેલ ભાજપ ઓલપાડ 115136 5 ફતેસિંહ ચૌહાણ ભાજપ કાલોલ 115679 6 ડો. દર્શિતાબેન શાહ ભાજપ રાજકોટ પશ્ચિમ 105975 7 અમિત શાહ ભાજપ એલિસબ્રીજ 104796 8 ચૈતન્યભાઇ શાહ ભાજપ અકોટા 103294 9 યોગેશભાઇ પટેલ ભાજપ માંજલપુર 100754 10 બાબુસિંગ જાદવ ભાજપ વટવા 100046
3 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ પર કાંટે-કી-ટક્કર
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે-કી-ટક્કર જોવા મળ હતી. આ બેઠકો પર અત્યંત ઓછા માર્જિન સાથે હાર અને જીતનો નિર્ણય થયો છે. અત્યંત ઓછા માર્જિનવાળી 3 બેઠકોમાંથી 3 બેઠકો પર કોંગ્રેસ જીત મેળવવામાં સફળ થઇ છે.
કચ્છ જિલ્લાની રાપર બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા માત્ર 577ની સરસાઇ સાથે વિજય થયા છે. વિરેન્દ્રસિંહ જાડેજાને 66961 અને કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઇ આરેઠિયાને 66384 મત મળ્યા છે. તેવી જ રીતે 922 મતની સરસાઇ સાથે સોમનાથ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઇ ચુડાસમા ચૂંટણી જીત્યા છે. અહીંયા ભાજપના ઉમેદવાર માનસિંગ પરમારના 72897 મત સામે વિમલભાઇ ચુડાસમાને 73819 મત મળ્યા છે. તો ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોર 1404 મતની સરસાઇ સાથે ચૂંટણ જીતવામાં સફળ થયા છે. ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરના મળેલા 85002 મતની સામે દિનેશ ઠાકોરને 86406 મત મળ્યા છે. તેવી જ રીતે
સૌથી ઓછી સરસાઇ સાથે જીત
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ બેઠક સરસાઇ 1 વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ રાપર 577 2 વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ સોમનાથ 90 922 3 દિનેશભાઇ ઠાકોર કોંગ્રેસ ચાણસ્મા 17 1404
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો