ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ જાહેર થયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષોએ કુલ 138 મહિલાઓને ટિકિટ આપી હતી. આજે જાહેર થયેલા પરિણામ અનુસાર આ 138 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 16 મહિલા ઉમેદવારોએ જીત મેળવી છે અને તેમાંય કોંગ્રેસના મહિલા વિજેતા ઉમેદવારની સંખ્યા એક જ છે, તો આપ પાર્ટીના તમામે તમામ 7 મહિલા ઉમેદવારોનો પરાજય થયો છે.
ભાજપની 17માંથી 15 મહિલા ઉમેદવારો જીતી
આ વખતે વિવિધ રાજકીય પક્ષોએ કુલ 138 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી કુલ 16 મહિલાઓએ જીત હાંસલ કરી છે. આ 16 મહિલામાંથી 15 વિજેતા મહિલા ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના માત્ર એક મહિલા ઉમેદવાર છે.
ભાજપે 17, કોંગ્રેસે 13 અને આપ પાર્ટીએ 7 મહિલા ઉમેદવારોએ ટિકિટ આપી હતી. તો બીજી બાજુ 55 મહિલાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જે તમામનો પરાજય થયો છે.
કોંગ્રેસની 12 મહિલા ઉમેદવારોની હાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કુલ 13 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક માત્ર વાવના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો જ વિજય થયો છે.
આપ પાર્ટીના તમામ મહિલા ઉમેદવારો ‘ઘર ભેગા’
વર્ષ 2020ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ કુલ 7 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જો કે કમનસિબે એક પણ મહિલા ઉમેદવારો ચૂંટણી જીતી શક્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં માત્ર 5 જ બેઠક જીતી શકી છે.
વિજેતા મહિલા ઉમેદવારોની સંખ્યા વધી
આ વખતે ગુજરાત વિધાનસભા મહિલા ધારાસભ્યોની સંખ્યા વધી જશે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 13 મહિલા ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. તો વર્શ 2022ની ચૂંટણીમાં વિજેતા મહિલા ઉમેદવારોની કુલ સંખ્યા વધીને 16 થઇ છે. આમ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. ભૂતકાળના આંકડાઓ ઉપર નજર કરીયે તો વર્ષ 1985, વર્ષ 2007 અને વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 16 મહિલા ઉમેદવારો ચૂંટાયાં હતાં. તો વર્ષ 1972ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછી માત્ર એક મહિલા ઉમેદવાર વિજેતા થઇ હતી.
ક્રમ ઉમેદવારનું નામ રાજકીય પક્ષ બેઠક મત 1 દર્શનાબેન વાધેલા ભાજપ અસારવા-56 79,550 2 ભીખીબેન પરમાર ભાજપ બાયડ-32 48,630 3 સેજનબેન પંડ્યા ભાજપ ભાવનગર ઉત્તર-104 85,534 4 માલતી મહેશ્વરી ભાજપ ગાંધીધામ-5 59,132 5 રીટાબેન પટેલ ભાજપ ગાંધીનગર ઉત્તર-36 79,635 6 ગીતાબા જાડેજા ભાજપ ગોંડલ-73 85,359 7 રીવાબા જાડેજા ભાજપ જામનગર ઉત્તર-78 61,065 8 સંગીતાબેન પાટીલ ભાજપ લિંબાયત-163 14,094 9 નિમિષાબેન સુથાર ભાજપ મોરવા હડફ-125 81,239 10 ડો. દર્શના દેશમુખ ભાજપ નાંદોદ-148 58,578 11 પાયલ કુકરાણી ભાજપ નરોડા-47 63,428 12 ભાનુબેન બાબરીયા ભાજપ રાજકોટ ગ્રામ્ય-71 1,01,195 13 ડો. દર્શિતા શાહ ભાજપ રાજકોટ પશ્ચિમ-69 1,30,044 14 કંચનબેન રાદડિયા ભાજપ ઠક્કરબાપા નગર-48 74,152 15 મનિષા વકીલ ભાજપ વડોદરા શહેર-141 1,23,482 16 ગેનીબેન ઠાકોર કોંગ્રેસ વાવ-7 1,0,2513
ગુજરાત ચૂંટણી 2022 પરિણામ લેટેસ્ટ ન્યૂઝ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો