scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ ચૂંટણીમાં ઝંપલાવનાર 138માંથી માત્ર 16 મહિલાઓનો વિજય, સૌથી વધુ ભાજપની

Gujarat Assembly Election Result 2022 Live: ગુજરાત વિધનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) ઝંપલાવનાર 138 મહિલા ઉમેદવારોમાંથી (womens Candidate) માત્ર 16 મહિલાઓએ જીત હાંસલ કરી, આપ પાર્ટીના (AAP party) તમામ મહિલા ઉમેદવારો ‘ઘર ભેગા’ થયા, તો કોંગ્રેસના (Congress) માત્ર એક મહિલા ઉમેદવારે જીત હાંસલ કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ ચૂંટણીમાં ઝંપલાવનાર 138માંથી માત્ર 16 મહિલાઓનો વિજય, સૌથી વધુ ભાજપની

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ જાહેર થયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષોએ કુલ 138 મહિલાઓને ટિકિટ આપી હતી. આજે જાહેર થયેલા પરિણામ અનુસાર આ 138 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 16 મહિલા ઉમેદવારોએ જીત મેળવી છે અને તેમાંય કોંગ્રેસના મહિલા વિજેતા ઉમેદવારની સંખ્યા એક જ છે, તો આપ પાર્ટીના તમામે તમામ 7 મહિલા ઉમેદવારોનો પરાજય થયો છે.

ભાજપની 17માંથી 15 મહિલા ઉમેદવારો જીતી

આ વખતે વિવિધ રાજકીય પક્ષોએ કુલ 138 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી કુલ 16 મહિલાઓએ જીત હાંસલ કરી છે. આ 16 મહિલામાંથી 15 વિજેતા મહિલા ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના માત્ર એક મહિલા ઉમેદવાર છે.

ભાજપે 17, કોંગ્રેસે 13 અને આપ પાર્ટીએ 7 મહિલા ઉમેદવારોએ ટિકિટ આપી હતી. તો બીજી બાજુ 55 મહિલાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જે તમામનો પરાજય થયો છે.

કોંગ્રેસની 12 મહિલા ઉમેદવારોની હાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કુલ 13 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક માત્ર વાવના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો જ વિજય થયો છે.

આપ પાર્ટીના તમામ મહિલા ઉમેદવારો ‘ઘર ભેગા’

વર્ષ 2020ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ કુલ 7 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જો કે કમનસિબે એક પણ મહિલા ઉમેદવારો ચૂંટણી જીતી શક્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં માત્ર 5 જ બેઠક જીતી શકી છે.

વિજેતા મહિલા ઉમેદવારોની સંખ્યા વધી

આ વખતે ગુજરાત વિધાનસભા મહિલા ધારાસભ્યોની સંખ્યા વધી જશે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 13 મહિલા ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. તો વર્શ 2022ની ચૂંટણીમાં વિજેતા મહિલા ઉમેદવારોની કુલ સંખ્યા વધીને 16 થઇ છે. આમ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. ભૂતકાળના આંકડાઓ ઉપર નજર કરીયે તો વર્ષ 1985, વર્ષ 2007 અને વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 16 મહિલા ઉમેદવારો ચૂંટાયાં હતાં. તો વર્ષ 1972ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછી માત્ર એક મહિલા ઉમેદવાર વિજેતા થઇ હતી.

ક્રમઉમેદવારનું નામરાજકીય પક્ષબેઠકમત
1દર્શનાબેન વાધેલાભાજપઅસારવા-5679,550
2ભીખીબેન પરમારભાજપબાયડ-3248,630
3સેજનબેન પંડ્યાભાજપભાવનગર ઉત્તર-10485,534
4માલતી મહેશ્વરીભાજપગાંધીધામ-559,132
5રીટાબેન પટેલભાજપગાંધીનગર ઉત્તર-3679,635
6ગીતાબા જાડેજાભાજપગોંડલ-7385,359
7રીવાબા જાડેજાભાજપજામનગર ઉત્તર-7861,065
8સંગીતાબેન પાટીલભાજપલિંબાયત-16314,094
9નિમિષાબેન સુથારભાજપમોરવા હડફ-12581,239
10ડો. દર્શના દેશમુખભાજપનાંદોદ-14858,578
11પાયલ કુકરાણી ભાજપનરોડા-4763,428
12ભાનુબેન બાબરીયાભાજપરાજકોટ ગ્રામ્ય-711,01,195
13ડો. દર્શિતા શાહભાજપરાજકોટ પશ્ચિમ-691,30,044
14કંચનબેન રાદડિયાભાજપઠક્કરબાપા નગર-4874,152
15મનિષા વકીલભાજપવડોદરા શહેર-1411,23,482
16ગેનીબેન ઠાકોરકોંગ્રેસવાવ-71,0,2513

ગુજરાત ચૂંટણી 2022 પરિણામ લેટેસ્ટ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો

Web Title: Gujarat election result 2022 live updates 16 womens candidate leading in gujarat election highest of bjp

Best of Express