/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Gujarat-Elections-2022-Phase-2-Criminal-Candidates-Details-ADR-report.jpg)
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. 5મી ડિસેમ્બર, 2022ના રોજ બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે જેમાં 833 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં બંધ થઇ જશે. જો બીજા તબક્કાના 93 બેઠકોના ઉમેદવારોનું વિશ્લેષ્ણ કરીયે તો વર્ષ 2017ની તુલનાએ વર્ષ 2022માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યામોં નોંધપાત્ર વધારો થયો છે. અત્રે પ્રસ્તૃત છે બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ અને અભ્યાસનું રસપ્રદ વિશ્લેષ્ણ…
બીજા તબક્કાના 20 ટકા ઉમેદવારો ‘દાગી’
ગુજરાતમાં 5લી ડિસેમ્બર 2022ના રોજ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો મતદાન યોજાશે. બીજા તબક્કાના 93 બેઠકોનો કુલ 833 ઉમેદારોમાંથી 163 ઉમેદવારો (20 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 92 ઉમેદવારો ( 11 ટકા) સામે હત્યા, ભ્રષ્ટાચાર, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે. વર્ષ 2017માં બીજા તબક્કાની ચૂંટણીમાં 822 ઉમેદવારોમાંથી 101 ઉમેદવારો (12 ટકા) દાગી હતા જેમાંથી 64 ઉમેદવારો (8 ટકા) ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસના (ADR reports) એક અહેવાલમાં જણાવવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીના કુલ 833 ઉમેદવારોમાં 764 પુરુષ અને 69 મહિલા ઉમેદવારો છે.
કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો ‘દાગી’
ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોના મામલે આ વખતે કોંગ્રેસ અને આપ પાર્ટી સમાન સ્તરે છે. અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના 93 ઉમેદવારોમાંથી 29 ઉમેદવાર (31 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો કોંગ્રેસના 90 માંથી 29 ઉમેદવારો (32 ટકા) અને ભાજપના 93માંથી 18 ઉમેદવારો (19 ટકા) વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 12માંથી 4 ઉમેદવારોએ (33 ટકા) તેમની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાની માહિત રજૂ કરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Gujarat-Elections-2022-Phase-2-Criminal-Candidates-Details-ADR-repor-1.jpg)
હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુનાની દ્રષ્ટિએ જોયે તો ભાજપના 14 ઉમેદવારો (15 ટકા), આપ પાર્ટીના 17 ઉમેદવાર (18 ટકા, કોંગ્રેસના 10 ઉમેદવાર (11 ટકા) અને 40 અપેક્ષ ઉમેદવારો (14 ટકા) સામે અત્યંત ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે.
19 સંવેદનશીલ બેઠકોમાંથી 50 ટકા અમદાવાદમાં
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકોમાંથી 19 (23 ટકા) રેડ એલર્ટ મતવિસ્તારોમાં છે, એટલે કે ત્યાં ત્રણથી વધારે ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2017માં બીજા તબક્કાની ચૂંટણીમાં રેડ એલર્ટ વાળી બેઠકોની સંખ્યા 12 (13 ટકા) હતી. અમદાવાદમાં આવી સંવદેનશીલ સૌથી વધારે 8 બેઠકો આવેલી છે - જેમાં જમાલપુર ખાડીયા, સાણંદ, ઠક્કરબાપા નગર, દાણલીમડા, બાપુનગર, એલિસબ્રીજ, વેજલપુર, અસારવાનો સમાવેશ થાય છે.
સાક્ષર ઉમેદવારોનું પ્રમાણ વધ્યું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Gujarat-Elections-2022-Phase-2-Criminal-Candidates-Details-ADR-report-1.jpg)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના 833 ઉમેદવારોમાંથી 10 ઉમેદવારો ડોક્ટરેટની પદવી ધરાવે છે જ્યારે 5 ઉમેદવારો અભણ છે. તો 32 ઉમેદવારો એવા છે જેમને માત્ર લખતા - વાંચતા આવડે છે, ધોરણ-5 સુધી ભણેલા 61 ઉમેદવાર, 116 ઉમેદવારો ધોરણે-8 સુધી, 162 ઉમેદવારો ધોરણ- 10 સુધી અને 166 ઉમેદવારોએ ધોરણે-12 સુધીનો અભ્યાસ કરેલો છે. સ્નાતક સુધી ભણેલા ઉમેદવારોની સંખ્યા 117 અને ગ્રેજ્યુએટ પ્રોફેશનલની સંખ્યા 67 છે. તો 70 ઉમેદવારો પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે અને 27 ઉમેદવારો ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Gujarat-Elections-2022-Phase-2-woman-Candidates-Details-ADR-repor.jpg)
પ્રથમ તબક્કાના મતદાનમાં 788માંથી 37 ઉમેદવારો ‘અભણ’ છે તો 146 ઉમેદવારો ધોરણ- આઠ સુધી ભણેલા છે, જેમની સંખ્યા સૌથી વધારે છે. ધોરણ-10 સુધી ભણેલા 142 ઉમેદવાર અને ધોરણ-12 સુધી ભલેણા 94 ઉમેદવાર છે. ચૂંટણીમાં ઝંપલાવનાર 83 ઉમેદવારો સ્નાત, 65 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ, 34 ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુઅટ, 3 ઉમેદવાર ડોક્ટર અને 21 ઉમેદવાર ડિપ્લોમા સુધી ભણેલા છે.
કુલ ઉમેદવારોમાં માત્ર 8% મહિલાઓ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના 833માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે, ટકાવારીની રીતે આ સંખ્યા માત્ર 8 ટકા જેટલી થાય છે, જે પ્રથમ તબક્કામાં 8.8 ટકા હતી. મહિલા ઉમેદવારોમાં સૌથી વધારે 21 મહિલા અપક્ષ ઉમેદવારો છે. રાજકીય પક્ષોની વાત કરીયે તો ભાજપે 8, આપ પાર્ટીએ 1 અને કોંગ્રેસે 7 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો વિશેના મુખ્ય સમાચારગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં 245 ઉમેદવારો ‘કરોડપતિ’ ભાજપનું ‘કોર્પોરેટ-કનેક્શન’, કોંગ્રેસ કરતા મળ્યું 16 ગણું વધારે કોર્પોરેટ ડોનેશનગુજરાતના પ્રથમ તબક્કાના મતદાનના 21 ટકા ઉમેદવારો ‘દાગી’, તમામ 788 ઉમેદવારોનું રસપ્રદ વિશ્લેષ્ણ વાંચો
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us