ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્ક પરીક્ષાના પેપર લીક કેસમાં એટીએસ દ્વારા જે 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં ભાસ્કર ચૌધરી મુખ્ય સુત્રધાર હોવાનું હાલ માનવામાં આવે છે. ધરપકડ કરવામાં આવેલા ભાસ્કર ચૌધરી એ વડોદરામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના માલિક છે અને ત્યાંથી જ તેમની ધરપકડ કરવામાં આવી છે. ભાસ્કર ચૌધરી ઉપરાંત રિદ્ધ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. જાણો કોણ છે ભાસ્કર ચૌધરીના અભ્યાસ, બિઝનેસ સહિતની તમામ વિગતો
ભાસ્કર ચૌધરી મૂળ બિહારનો વતની, 2002થી ગુજરાતમાં સ્થાયી
જુનિયક ક્લાર્કની પરીક્ષામાં એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા 15 વ્યક્તિમાં ભાસ્કર ચૌધરીને મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે. ભાસ્કર ચૌધરી મૂળ બિહારનો વતની છે અને વર્ષ 2002માં ગુજરાતમાં સ્થાયી થયેલ છે. ભાસ્કર ચૌધરીએ આણંદથી એમએસસી, બાયોટેકમાં અભ્યાસ અભ્યાસ કર્યો છે. ભાસ્કરના વર્ષ 2011માં લગ્ન થા હતા અને તેમની પત્નીનું નામ રિદ્ધી ચૌધરી છે તેમજ એક પુત્ર અને પુત્રી છે

બે શૈક્ષણિક સંસ્થામાં ડિરેક્ટર
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભાસ્કર ચૌધરી શરૂઆતથી એજ્યુકેશન કન્સ્લ્ટિંગ સેક્ટરમાં કામગીરી કરી છે. ભાસ્કર ચૌધરીની લિંક્ડન પ્રોફાઇલ અનુસાર તેણે વડોદરામાં વર્ષ 2007માં એક પાર્ટનરશીપમાં એક એજ્યુકેશન કન્સલ્ટિંગ ફર્મની શરૂઆત કરી હતી જો કે વર્ષ 2015માં આ સંસ્થા સાથેની ભાગીદારી તોડી દીધી હતી. ત્યારબાદ વર્ષ 2017માં ભાસ્કરે વડોદરામાં પ્રમુખ બઝાર ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજીના નામે એક નવી એજ્યુકેશન કન્સલ્ટિંગ ફર્મ શરૂ હતી. આ સંસ્થામાં ભાસ્કર ચૌધરી અને તેમના પત્ની રિદ્ધી ચૌધરી ડિરેક્ટર પદે છે. ઉપરાંત તેઓ ભાસ્કર ચૌધરી દિલ્હી સ્થિતિ પાથવે નોલેજ રિસોર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પણ સંકળાયેલા હોવાનું મામુલ પડ્યુ છે.
સ્ટેકવાઇસ ટેકનોલોજી કંપની
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક કાંડમાં જે શૈક્ષણિક સંસ્થાનું નામ ઉછળ્યુ છે તે ભાસ્કર ચૌધરીની માલિકીની સંસ્થા છે. આ સંસ્થાનું નામ સ્ટેક વાઇઝ ટેકનોલોજી છે અને તેની સ્થાપના 3 માર્ચ, 2017ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થા વિવિધ એજ્યુકેશન – કોચિંગ, ઓનલાઇન એક્ઝામિનેશન સેન્ટર, વિદ્યાર્થીઓ માટે સરકારની વિવિધ તાલીમ યોજનાઓ, કોમ્પ્યુટર આઉટલસોર્સિંગ, કોર્પોરેટ ટ્રેઇનિંગ, બીપીઓ અને કેપીઓ કોલ સેન્ટર જેવી સર્વિસ પુરી પાડે છે.
ગુજરાતમાં સરકારી નોકરી અને પરીક્ષા રદ થવાના મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, વધુ એક સરકારી નોકરીની પરીક્ષાનું પેપર લીક થયું જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી ફુટ્યું, ATS દ્વારા 15 લોકોની ધરપકડ જુનિયર ક્લાર્કની રદ કરાયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં યોજાશે
ધર્મના નામે ‘ધંધો’
ભાસ્કર ચૌધરી એજ્યુકેશન સેક્ટરમાં ગોટાળા કરવાની સાથે સાથે ધર્મના નામે પણ ગેરરીતિ આચરતા હોવાનું માલૂમ પડ્યુ છે. ભાસ્કર ચૌધરી પ્રગતિ સેવા ટ્રસ્ટનામની એક સંસ્થામાં ટ્રસ્ટી પણ છે. આ સંસ્થા દાતાઓને ઓનલાઇન ડોનેશન આપવાની પણ સુવિધા આપે છે.
પેપર લીક કાંડના મુખ્ય સુત્રધારના નામ
જુનિયર ક્લાર્કના પેપર લીક કાંડમાં એટીએસ દ્વારા શનિવાર રાત્રે જ 15 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત હૈદારબાદથી એક વ્યક્તિને દબોચી લેવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ કાંડમાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં 10 ગુજરાતી અને 5 ગુજરાત બહારના વ્યક્તિઓ છે.
- ભાસ્કર ચૌધરી
- રિદ્ધી ચૌધરી ((ભાસ્કર ચૌધરીની પત્ની)
- પ્રદીપ નાયક
- કેતન બારોટ
- જીત નાયક
- અનિકેટ ભટ્ટ
- મોરાની પાસવાન
ભાસ્કર અને કેતનની અગાઉ પણ પેપર કૌભાંડમાં CBIએ કરી હતી ધરપકડ
જુનિયર પેપર લીક કેસમાં એટીએસ એ વડોદરાથી ભાસ્કર ચૌધરીની તેમજ કેતન બારોટની ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યક્તિઓની પરીક્ષાના પેપર લીક કરવાના આરોપમાં અગાઉ પણ સીબીઆઇ દ્વારા ધરપકડ કરાઇ હતી. વર્ષ 2019માં મે મહિનામાં BNITSના ઓનલાઇન એન્ટ્રેસ એક્ઝામિનેશનમાં ગેરરીતિ બદલ સીબીઆઇએ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટની ધરપકડ કરી હતી. કેતન બારોટ એ મૂળ ગુજરાતના બાયડનો રહેવાસી છે અને અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશન નામે એક સંસ્થા પણ ચલાવે છે.