ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ મતદાન આડે હવે સપ્તાહ જેટલો જ સમય બચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પુરજોશમાં પ્રચાર અભિયાન કરી રહી છે. ગુજરાતમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડનાર આપ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખાસ ઇન્ટરવ્યૂહ…
પ્રશ્ન: ચૂંટણી પ્રચાર છેલ્લા તબક્કામાં પ્રવેશ્યો છો, તમે કેવી રીતે જગ્યા બનાવશો?
ઇસુદાન ગઢવીઃ હું રાજ્યભરમાં પ્રચાર કરી રહ્યો છું. અમને સમગ્ર ગુજરાતમાં જનતા તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એવું લાગે છે કે લોકો પોતે જ અમારા વતી ચૂંટણી લડી રહ્યા છે.
પ્રશ્નઃ તમે કેટલી બેઠકો જીતવાની અપેક્ષા રાખો છો? તમે કેટલાક એવા મતવિસ્તારોને ઓળખી કાઢ્યા છે જ્યાં તમે મજબૂત છો?
હા, અમારી પાસે માહિતી છે. અને અમે તેના પર કામગીરી કરી રહ્યા છીએ. પરંતુ હું ફરી કહેવા ઇચ્છીશ કે ચૂંટણી પરિણામો અમારી માટે બહું સારા રહેશે.
પ્રશ્ન: અત્યાર એવું માનવામાં આવી રહ્યુ છે કે AAPએ તેની શરૂઆતની ઝડપ ગુમાવી દીધી છે?
તે સત્યથી બહુ દૂર છે. હકીકતમાં, અમારા આંતરિક સર્વેક્ષણો દર્શાવે છે કે અમે છેલ્લા ત્રણ દિવસમાં ‘વોટ શેર’ના સંદર્ભમાં ભાજપથી આગળ નીકળી ગયા છીએ. અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ. અમે છેલ્લા એક સપ્તાહમાં દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછા 10,000 ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું છે. ખંભાળિયામાં અમે 46,000 કાર્ડનું વિતરણ કર્યું છે. વધારે નહી પણ દરેક કાર્ડ ઓછામાં ઓછા બે લોકોને આવરી લેશે.

પ્રશ્ન: શું તમે એવું માનો છો કે ‘વોટ શેર’ એ બેઠકોની જીતમાં પરિણમશે?
જુઓ, લગભગ 24 ટકાના ‘વોટ શેર’ને સ્પર્શ્યા બાદ, સીટ મળવા લાગે છે. 26 ટકા વોટ શેરના પરિણામે 15 થી 20 બેઠકો મળી શકે છે. 30 ટકા વોટ શેર ધરાવતી પાર્ટીને 50 બેઠકો મળે છે. હાલમાં, અમારી પાસે 38 ટકા વોટ શેર છે, જ્યારે ભાજપ 36 ટકા સાથે પાછળ છે. કોંગ્રેસનો હિસ્સો લગભગ 23 ટકા છે.
પ્રશ્ન: ગુજરાતમાં કોંગ્રેસનો ‘વોટ શેર’ક્યારેય 30 ટકાથી નીચે રહ્યો નથી, ભલે તે વર્ષોથી ભાજપ સામે હારી રહી હોય. શું આ વખતે બદલાશે?
જવાબ: કોંગ્રેસ જૂની પાર્ટી છે. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર બે જ રાજકીય ખેલાડીઓ હતા. કોંગ્રેસ પાસે સમર્થકો અને તેમના પરિવારોનો મુખ્ય આધાર છે. આવા મતદારોનો હિસ્સો 9 ટકાથી વધુ નહીં હોય. જો કે તેમની પાસે આ સિવાયના અન્ય મતદારો નથી. અત્યાર સુધી, લોકોને શેતાન અને ખીણ વચ્ચે પસંદગી કરવાની હતી. AAPએ વેગ પકડ્યો છે કારણ કે ભાજપ બિલકુલ લોકપ્રિય નથી. જો કોંગ્રેસ ઈચ્છતી હોત તો 2017માં સરકાર બનાવી શકી હોત. પરંતુ તેને વિકલ્પ તરીકે જોવામાં આવ્યું ન હતું.
પ્રશ્ન: કોંગ્રેસ શું સત્તા કબજે કરવાની ખરેખર નજીક આવી ગઈ હતી?
2017માં કોંગ્રેસ ખૂબ જ મજબૂત હતી. કારણ કે, લોકો ભાજપથી કંટાળી ગયા હતા. પરંતુ કોંગ્રેસ તેને બઠકોમાં પરિવર્તિત કરી શકી નહી.
પ્રશ્ન: શું તેમની પાસે મુદ્દા સ્વરૂપે પાટીદાર આંદોલન પણ હતું?
કોંગ્રેસને હંમેશા 60-62 સીટો મળી છે. પાટીદાર આંદોલન અને દલિત ચળવળ (ઉનામાં કોરડા મારવાની ઘટના પછી), આવી અન્ય ઘટનાઓને કારણે બેઠક વધીને 77 સુધી પહોંચી ગઈ.

પ્રશ્ન: ગુજરાતમાં આ વખતે આવું કોઈ લોક આંદોલન નથી?
આ વખતે આવું કોઈ આંદોલન નથી, પરંતુ સત્તા વિરોધી લહેર મજબૂત છે.
પ્રશ્ન: તમારી બેઠક ખંભાળિયામાં આહીર જ્ઞાતિના લોકોનું વર્ચસ્વ છે, જ્યારે તમે ગઢવી છો જેની સંખ્યા ઘણી ઓછી છે. શું તે પડકારરૂપ બનશે?
જ્યારે આપ પાર્ટી મેદાનમાં ઉતરે છે ત્યારે આવા પરિબળોથી કોઈ ફરક પડતો નથી. બીજું, હું ખેડૂતોનો નેતા છું. આ બેઠક ખેડૂતોની છે. અમે અહીં મોટા માર્જિનથી જીત હાંસલ કરીશું. આહીરો પણ મને સાથ આપશે. હું ગામડાઓમાં જઈને પ્રેમ મેળવી રહ્યો છું.
પ્રશ્ન: તમારો પરિવાર તમારા રાજકારણમાં જોડાવાની વિરુદ્ધ હતો?
તેઓ જાણતા ન હતા કે હું રાજકારણમાં જોડાઈ રહ્યો છું. મેં (એડિટર તરીકે) રાજીનામું આપ્યું ત્યારે તેમને ખરાબ લાગ્યું. તેમણે જણાવ્યુ કે, અમારા પરિવારમાંથી કોઇ સરપંચ પણ બન્યું નથી. તેમનું માનવુ છે કે રાજનીતિ એક ખરાબ ધંધો છે. તેમને મનાવવામાં મને બે દિવસ લાગ્યા. મેં તેમને કહ્યું કે મારી આગળ હજુ 20-25 વર્ષ છે, જે દરમિયાન હું લોકોની સેવા કરવા માંગુ છું. તેઓ વિરોધ કરતા રહ્યા, કારણ કે હું મારી કરિયરની ટોચ પર હતો.
પ્રશ્ન: તમને રાજકારણમાં પ્રવેશવા કઇ બાબતે પ્રેરણા આપી?
તે સમયે મને એવું લાગતુ હતુ કે, હવે હું લાચાર બનીને બેસી શકતો નથી, કારણ કે ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પીડાઇ રહ્યા છે. ભગવાનની કૃપાથી મને દરેક ભૌતિક સુખ-સુવિધાઓ મળી છે. પરંતુ લોકો મારી પાસેથી એવી અપેક્ષા રાખતા હતા જે હું પત્રકારત્વમાં રહીને કરી શકતો ન હતો.
આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી વિશેના 3 મુખ્ય સમાચાર
(1) ઈસુદાન ગઢવી કોણ છે? પત્રકારથી આપ નેતા સુધીની રાજકીય સફર
(2) ઇસુદાન ગઢવી પાસે કેટલી સંપત્તિ છે?
(3) AAPના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને પહેલા પરિવાર સાથે લડવું પડ્યું
પ્રશ્ન: સામાન્ય રીતે PM મોદી અને અન્ય નેતાઓ આક્રમક રીતે પ્રચાર કરવાનું શરૂ કરતા હોવાથી ભાજપની ઝુંબેશ છેલ્લા તબક્કામાં આગળ વધી છે?
તેઓ કંઈપણ કરી શકશે નહીં. અમે કોંગ્રેસ નથી. આ ઇસુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. અમે નરેન્દ્ર મોદીના ઘરમાં પ્રવેશ કર્યો, હવે અમે ગુજરાતમાં ઇતિહાસ રચીશું.