શિયાળામાં હાર્ટબર્ન (Heartburn) એક એવી તકલીફ છે જે ઘણી બીમારીઓનો સંકેત આપે છે. છાતીમાં દુખાવો કે બર્નિંગની આપણે હાર્ટબર્ન તરીકે ઓળખીએ છીએ. આ તકલીફના લક્ષણ હાર્ટ અટેક કે સ્ટ્રોકથી મળતા આવે છે. શિયાળામાં આ તકલીફ વધારે થતી હોય છે. હાર્ટ બર્નના કારણે છાતીમાં બર્નિંગ એન બેચેની થઇ શકે છે જે ગળામાં અને ગારદન સુધી ફેલાઈ શકે છે. ક્યારેક છાતીમાં થતી આ આ તકલીફ કે એસિડ રિફ્લક્સ (acid reflux) નો અનુભવ થવો સામાન્ય છે પરંતુ કેટલાક લોકોને આ સમસ્યા વારંવાર હેરાન કરે છે.
ન્યૂસ્ટ્રીશનિસ્ટ અંજલિ મુખર્જી (Nutritionist Anjali Mukerjee) એ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે હાર્ટ બર્નની તકલીફ માટે ખરાબ ડાયટ, તણાવ, બગડતી લાઈફ સ્ટાઇલ, કેટલાક ખાસ પ્રકારના ફૂડ્સ અને ડ્રિન્કનું સેવન જવાબદાર છે. અંજલિ મુખર્જી કહે છે કે જે આહાર આપણે લઈએ છીએ તે પેટમાં પેદા થતા એસિડની માત્રાને પ્રભાવિત કરે છે. એસિડ રિફ્લક્સને કંટ્રોલ કરવા માટે યોગ્ય આહાર લેવો ખુબજ જરૂરી છે.
હાર્ટ બર્નના લક્ષણોની વાત કરીએ તો આ તકલીફમાં છાતીમાં બળતરા(burning), ખોરાક ગળવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ, બેચેની, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અપચો અને ઊલટીનો સમાવેશ થાય છે.
કેફીનયુક્ત ખાદ્ય પ્રદાર્થો અને ડ્રિન્કનું સેવન ટાળવું: (Avoid foods and beverages containing caffeine)
ઘણા રિસર્ચ કહે છે કે નિયમિત માત્રામાં કેફીનનું સેવન કરવાથી ઘણા હેલ્થ બેનીફીટ થાય છે પરંતુ તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. શિયાળામાં કેફિનયુક્ત ડ્રિન્ક અને ફૂડ્સનું સેવન કરવાથી હાર્ટ બર્નની તકલીફ વધી શકે છે તેથી કેફિનયુક્ત પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
વજન ઓછું કરે છે: (loss weight)
જો તમારું વજન વધારે છે તો વજન ઘટાડવું જોઈએ. વજન કંટ્રોલ કરવાથી એસિડ રિફ્લક્સની તકલીફથી છુટકારો જલ્દી મળી શકે છે.
આ પણ વાંચો: આજનો ઇતિહાસ : 23 ડિસેમ્બર ભારતના 5માં PM ચરણસિંહ ચૌધરીની જન્મજયંતિ અને ‘કિસાન દિવસ’
પ્રોસેસ ફૂડ્સનું સેવન ટાળવું : (Avoid refined and processed foods)
શિયાળામાં હાર્ટ બર્નની તકલીફથી બચવા માટે ચિપ્સ, ચોકલેટ વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ. આ ફૂડ તમારી મુશ્કેલી વધારી શકે છે.
યોગ્ય માત્રામાં ભોજન લેવું : (Avoid consuming large meals)
કેટલાક લોકો વધારે ખાવાની આદત હોય છે. એવા લોકો વધારે એન ઝડપથી ખાતા હોય છે જે એસિડ રીફ્લક્સનું કારણ બને છે.
આ પણ વાંચો: ક્યું તેલ 100 ટકા કોલેસ્ટ્રોલ ફ્રી છે? ભોજન બનાવવા ક્યાં તેલનો ઉપયોગ? જાણો એક્સપર્ટ્સ પાસેથી
ડિનર પછી તરત સુવા ન જવું :(Avoid lying down immediately)
રાતનું જમ્યા પછી તરત સુવાનું ટાળવું જોઈએ, સોવન 3 કલાક પહેલા જામી લેવું જોઈએ. જમીને તરત સુવાતી જમવાનું સરખું પચતું નથી એન ઘણા પ્રકારની બીમારીઓ નોતરી શકે છે.