/indian-express-gujarati/media/media_files/2026/02/26/french-fries-2026-02-26-18-18-50.jpg)
French Fries : ફ્રેન્ચ ફ્રાઈસ. Photograph: (Freepik)
French Fries Bad For Health? : ફ્રેન્ચ ફ્રાઈસ નાના બાળકોથી લઇ મોટી ઉંમરના દરેક વ્યક્તિને ખાવી ગમે છે. તેલમાં તળેલા બટાકા બહાર થી ક્રિસ્પી અને અંદરથી નરમ, ક્યારેક મસાલા અને ચીઝથી ભભરાવેલા, ફ્રેન્ચ ફ્રાઈસ ફક્ત પાર્ટીઓમાં જ નહીં, પણ જ્યારે વ્યક્તિને હૂંફ અને આરામની જરૂર હોય ત્યારે ભાવનાત્મક ટેકો પણ આપે છે. જો કે, વર્ષોથી, આ નાસ્તાને બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે, જે ઘણીવાર બ્લડ શુગર લેવલમાં વધારો સહિત અનેક સ્વાસ્થ્ય જોખમો વધારે છે.
તાજેતરમાં એક ફિટનેસ ઇન્ફ્લુએન્સરે ફ્રેન્ચ ફ્રાઈસને "સૌથી ખરાબ ખોરાક" ગણાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું . ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વિડિયોમાં, સિદ્ધાર્થ સિંહે દર્શકોને વિનંતી કરી કે જો તેઓ વજન ઘટાડવા માંગતા હોય તો "અતિ સ્વાદિષ્ટ" નાસ્તો ખાવાનું બંધ કરે. "જો એક પીસ ખાસો તો, તો 50 ખાવા મન લલચાશે. આ ખોરાક તમારું બ્લડ શુગર લેવલ વધારશે. વધુ ચરબી, વધુ કાર્બ! તમે તેને ખાઓ છો અને 10 મિનિટ પછી, તમને ફરીથી ભૂખ લાગે છે પરંતુ તમારું બ્લડ શુગર લેવલ વધે છે અને પછી ઘટી જાય છે," સિંહે કહ્યું, "ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું બંધ કરો. તમારા જીવનમાંથી, તમારા શરીર માંથી તેને નાબૂદ કરો."
શું ફ્રેન્ચ ફ્રાઈસ "સૌથી ખરાબ ખોરાક" છે?
એસ્ટર આરવી હોસ્પિટલના સિનિયર ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અદિતિ પ્રસાદ આપ્ટેએ સમજાવ્યું કે ફ્રાઈસ સંપૂર્ણપણે બિનઆરોગ્યપ્રદ નથી. જોકે, સાચી ચિંતા તેમને કેવી રીતે રાંધવામાં આવે છે, તેમને કેટલી વાર ખાવામાં આવે છે અને તેમની માત્રા કેટલી છે તે અંગે છે.
તેમણે ઉમેર્યું કે, "ફ્રેન્ચ ફ્રાઈસનું પોષણ મૂલ્ય તેની બનાવવાની રીત અને પ્રમાણ પર આધાર રાખે છે. વારંવાર ખાવામાં આવતા ડીપ ફ્રાઈડ ફ્રાઈસ વધુ પડતી કેલરી, બિનઆરોગ્યપ્રદ ચરબી અને સોડિયમને કારણે વજનમાં વધારો, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધારી શકે છે."
આ પણ વાંચો | ચોખાના લોટના પાપડ બનાવતી વખતે ફાટશે નહીં, જાણો ખીચું બનાવવાની પરફેક્ટ રીત
આપ્ટેએ સમજાવ્યું કે, ખૂબ ઊંચા તાપમાને બટાકાને તળવાથી એક્રેલામાઇડ જેવા સંયોજનો બની શકે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. જોકે, બટાકા પોતે જ પૌષ્ટિક છે. "બટાકા કુદરતી રીતે ફાઇબર, પોટેશિયમ અને વિટામિન સી પ્રદાન કરે છે. બટાકા બાફીને, શેકીને, એર ફ્રાય કરીને અથવા ઓછા ઓછા તેલનો ઉપયોગ કરીને તેને વધુ સ્વસ્થ વિકલ્પ બનાવી શકે છે."
જો કે, ફ્રેન્ચ ફ્રાઈસનું નિયમિત સેવન પુરુષો અને સ્ત્રીઓમાં મેટાબોલિક હેલ્થ પર અલગ રીતે અસર કરી શકે છે. "ફ્રાઈસનું દૈનિક સેવન ઇન્સ્યુલિન પ્રતિકાર, ટાઇપ 2 ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદય રોગનું જોખમ વધારે છે કારણ કે તેમાં કેલરી, મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીનું પ્રમાણ વધુ હોય છે," એવું આપ્ટેએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વધુ પડતું સોડિયમ લેવાથી કિડની પર અસર થઈ શકે છે અને બ્લડ પ્રેશર વધી શકે છે, જ્યારે બિનઆરોગ્યપ્રદ ચરબી LDL (ખરાબ) કોલેસ્ટ્રોલ વધારી શકે છે. ફ્રેન્ચ ફ્રાઇસની અસરથી પુરુષ અને સ્ત્રીમાં હોર્મોન્સ અંસંતુલન થઇ શકે છે. જે મહિલાઓ વાંરવાર ફ્રેન્ચ ફ્રાઇસ થાય છે તેમના ઇન્સ્યુલિન પ્રતિકાર અને PCOS જેવી પરિસ્થિતિઓમાં જોવા મળતા હોર્મોનલ અસંતુલન વધુ ખરાબ થઈ શકે છે. તો પુરુષોમાં પેટ ફુલી શકે છે, જે હૃદય રોગ સાથે ગાઢ રીતે જોડાયેલું છે."
આ પણ વાંચો | ફરસાણવાળા જેવી તીખી સેવ રેસીપી, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ
આપ્ટેએ એ પણ નોંધ્યું હતું કે ફ્રેન્ચ ફ્રાઈસ, જ્યારે યોગ્ય માત્રામાં ખાવામાં આવે છે, ત્યારે તેનો આનંદ ક્યારેક ક્યારેક લઈ શકાય છે, જો કે તેમણે આ પ્રખ્યાત નાસ્તાને લીન પ્રોટીન અને શાકભાજી સાથે જોડવાનું સૂચન કર્યું.
ફ્રેન્ચ ફ્રાઇસ કેટલી ખાવા યોગ્ય છે?
તેમણે કહ્યું કે, ફ્રેન્સ ફ્રાઇસની યોગ્ય માત્રા ભાગ લગભગ 80-100 ગ્રામ છે, લગભગ એક નાની વાટકી, જેમાં લગભગ 200-300 કેલરી હોય છે."
જે લોકો આરોગ્યપ્રદ રીતે ખાવા માંગે છે તેમના માટે હેલ્થ એક્સપર્ટ્સે એર ફ્રાયમાં બનાવેલા શક્કરિયાને એક શ્રેષ્ઠ પસંદગી ગણાવી છે, કારણ કે તે ફાઇબર અને વિટામિન A થી ભરપૂર હોય છે. ગાજર, શક્કરિયા, રતાળુ, બીટરૂટ અથવા કોળા જેવા શેકેલા શાકભાજી પણ ઓછી કેલરી સાથે તૃષ્ણાને સંતોષી શકે છે.
આ પણ વાંચો | ઓછા તેલમાં ભોજન કેવી રીતે બનાવવું? શેફ રણવીર બ્રારે જણાવી સીક્રેટ કુકિંગ ટીપ્સ
ઘણી સ્ત્રીઓને માસિક દરમિયાન ફ્રાઈસ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે. આપ્ટેએ આ માટે હોર્મોનલ ફેરફારોને જવાબદાર ગણાવ્યા. "એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં વધઘટ થવાથી સેરોટોનિન ઘટી શકે છે, જેના કારણે ફ્રાઈસ જેવા ખારા, ઉચ્ચ કાર્બોહાઇડ્રેટવાળા ખોરાક ખાવાની ઈચ્છા થાય છે. જ્યારે તે સ્વિંગ મૂડમાં સુધારો કરી શકે છે, જો કે ત્યારે વધુ પડતું મીઠું પેટનું ફૂલવું વધુ ખરાબ કરી શકે છે," તેણીએ સમજાવ્યું.
ભૂખને કાબુમાં રાખવા માટે, તેમણે સંતુલિત ભોજન અને આરોગ્યપ્રદ આહારનું સૂચન કર્યું છે. "પ્રોટીન, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરીને, હાઇડ્રેટેડ રહેવું અને પૂરતી ઊંઘ લેવાથી ભૂખને નિયંત્રિત રાખવામાં મદદ મળી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us