અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. ચીની સૈનિકો (PLA) તેમની ઉશ્કેરણીજનક હરકતોથી બચી રહ્યા નથી. તેઓએ ફરી એકવાર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાના બહાદુર જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. 9 ડિસેમ્બરે, ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસીની ખૂબ જ નજીક આવ્યા હતા, જેનો ભારતીય સૈનિકોએ દૃઢતાથી સામનો કર્યો હતો. આ દરમિયાન, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થોડી અથડામણ થઈ હતી.
ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે મંગળવારે લોકસભાાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ અથડામણમાં આપણા એક પણ સૈનિકનું મૃત્યું કે ગંભીર ઇજા પહોંચી નથી.
આ પહેલા રાજનાથ સિંહે તેના નિવાસ સ્થાન પર આ મામલા સંબંધિત બેઠક બોલાવી હતી. રાજનાથ સિંહે ગઇકાલે (13 ડિસેમ્બર)ના રોજ આપેલા નિવેદનને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે દમ વગરનું ગણાવ્યું છે.
આ પણ વાંચો: ભારત-ચીન વચ્ચે LAC વિવાદઃ ક્યાં, શા માટે અને હવે શું થશે?
આ સાથે પી.ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યો છે. પી.ચિદમ્બરમે પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે, ‘તેઓ ચીનનું નામ લેવાથી ડરે છે. આ ઉપરાંત પી.ચિદમ્બરમે કહ્યું કે, સરકારે સંસદમાં આ વિષય પર ચર્ચા કરવાની પરવાનગી આપવી જોઇએ’.
ધ ઇન્ડિયન એક્પ્રેસ સાથે ખાસ વાતચીત દરમિયાન પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ‘રાજનાથ સિંહના નિવેદનથી તેઓ બિલકુલ સંતુષ્ટ નથી’. પી.ચિદમ્બરમે વધુમાં જણાવ્યું હતું કે, ‘આજે સવારે જે સમાચાર પત્રોમાં છપાયું છે, તેનાથી વધારે રાજનાથ સિંહે કોઇ માહિતી આપી હતી. મને સવારે 6 વાગ્યે સમાચાર પત્રોમાં જે માહિતી મળી રક્ષા મંત્રીએ લોકસભામાં બપોરે 12.30 કલાકે તેનાથી અલગ અને વધુ શું જણાવ્યું છે.તેઓએ આપેલી તમામ માહિતી લોકો સમાચાર પત્રોમાંથી પણ મેળવી શકે છે. હકીકતમાં રાજનાથ સિંહે તવાંગ ઘર્ષણ પર આપેલું નિવેદન એકદમ ખોખલું અને એકવિધ હતું’,
જુઓ વેબ સ્ટોરી : ભારત ચીન સંઘર્ષ, બળવાન કોણ?
પી.ચિદમ્બરમે આ વાતચીત આગળ ધપાવતા કહ્યું હતું કે, હું પ્રશ્ન કરું છું કે શું એવું થાય છે કે, ચીન ઘુસપેઠ માટે તારીખ, સમય અને સ્થાન પસંદ કરે, આવું પહેલી નથી બન્યું.વર્ષ 202માં ગલવાનમાં આ જ રીતે થયું હતું. ત્યારબાદ દરેક ધુસણખોરી ચીનની પસંદ અનુસાર નક્કી કરેલો સમય, તારીખ અને સ્થાન પર થઇ છે. આવા સંજોગોમાં ચીનની ઘૂસપેઠને અટકાવવા માટે શું પગલા લઇ રહ્યાં છો