Today history 14 May : આજે 14 મે 2023 (14 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મધર્સ ડે છે. દુનિયાભરમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે. વર્ષ 1908માં આજના દિવસે પહેલીવાર કોઇ વ્યક્તિએ વિમાન – એરોપ્લેનમાં ઉડાન ભરી હતી. વર્ષ 1948મા આજના દિવસે ઇઝરાયેલની સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (14 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
14 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1702 – ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડે ફ્રાન્સ અને સ્પેન સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1878 – વેસેલિન નામ પ્રથમ રોબર્ટ એ. ચેઝ બ્રાફ દ્વારા નોંધવામાં આવ્યું હતું.
- 1908 – પ્રથમ વખત વિમાન – એરોપ્લેનમાં વ્યક્તિએ ઉડાન ભરી.
રાઇટ બંધુના વિમાનમાં પહેલીવાર કોઇ વ્યક્તિએ ઉડાન ભરી
એરક્રાઇટ એટલે કે વિમાનના ઇતિહાસમાં 14 મેની તારીખનું વિશેષ મહત્વપૂર્ણ છે. કારણ કે આજ દિવસે જ દુનિયામાં પહેલીવાર કોઇ વિમાન – એરોપ્લેને આકાશમાં ઉડાન ભરી હતી. આ દિવસે એટલે કે 14 મે, 1908ના રોજ, પ્રથમ વખત રાઈટ બંધુઓએ પોતાના સિવાય અન્ય કોઈ વ્યક્તિને હવાઈ મુસાફરી કરાવી. વિલબર રાઈટે તેમની સાયકલ કંપનીના મિકેનિક ચાર્લી ફર્નાસ સાથે અમેરિકાના નોર્થ કેરલીના સ્થિત કિટ્ટી હોકથી ઉડાન ભરી હતી. તેઓએ 28 સેકન્ડમાં આકાશમાં બે હજાર ફૂટની ઉડાન ભરી હતી. મશીનમાં ઉડવું અને ઉપરથી પૃથ્વી જોવી એ દરેક માટે રોમાંચક અનુભવ હોય છે.
- 1941 – 36000 પર્શિયન યહૂદીઓની ધરપકડ કરવામાં આવી.
- 1944 – બ્રિટિશ સૈનિકોએ કોહિમા પર કબજો કર્યો.
- 1948 – ઇઝરાયેલની સ્વતંત્રતાની ઘોષણા
- 1999 – પાકિસ્તાની પત્રકાર જનમ સેઠીના મેગેઝિન ફ્રાઈડે ટાઈમ્સની જપ્તી, સદીનો છેલ્લો વર્લ્ડ કપ લોર્ડ્સ (ઈંગ્લેન્ડ)માં શરૂ થયો.
- 2001 – ભારત અને મલેશિયા વચ્ચે સાત કરાર થયા.
- 2004 – ડેઇલી મિરર મેગેઝિને ઇરાકમાં યુદ્ધ કેદીઓ પર કથિત અત્યાચાર દર્શાવતા ખોટા ફોટોગ્રાફ્સ પ્રકાશિત કરવા બદલ બ્રિટનની માફી માંગી.
- 2006 – ભૂતપૂર્વ સામ્યવાદી નેતા જ્યોર્જિયો નેપોલિટનો ઇટાલીના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના મેનેજિંગ એડિટર અને પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા એ.એમ. રોસેન્થલનું 84 વર્ષની વયે અવસાન થયું. ચીને કલાના સ્તરે ચાલી રહેલી નકલને ટાળવા માટે એક કમિશનની રચના કરી.
- 2007 – જાપાને તેના શાંતિવાદી બંધારણમાં સુધારા બિલને મંજૂરી આપી.
- 2008 – ટાઇમ્સ NIE એ ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર માર્કેટિંગ એસોસિએશન (INMA) એવોર્ડ-2008 જીત્યો.
- 2010- ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ, અણુ ઊર્જા, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી, હાઇડ્રોકાર્બન, વેપાર અને રોકાણ વગેરેમાં 22 કરારો.
મધર્સ ડે
દુનિયા ભરમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના રોજ મધર્સ ડે ઉજવાય છે. આ વખતે 14 મેના રોજ મધર્સ ડે ઉજવાશે. તેને માતૃત્વ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1914મં જાર્વિસ નામની એક અમેરિકન મહિલા દ્વારા કરવામાં આવી હતી. હાલ સમગ્ર દુનિયામાં મધર્સ ડે ઉજવાય છે.
એક વિચારધારોએ એવો દાવો કર્યો છે કે, માતાની પૂજાનો રિવાજ પ્રાચીન ગ્રીસમાં ઉદ્ભવ્યો હતો, ગ્રીક દેવતાઓની માતા સ્ય્બેલેના માનમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ એશિયા માઇનોર તેમજ રોમમાં ઇડીસ ઓફ માર્ચ (15 માર્ચ) થી 18 માર્ચ સુધી ઉજવવામાં આવ્યો હતો.
તો કેટલાક લોકો માને છે કે મધર્સ ડેની શરૂઆત અમેરિકન એક્ટિવિસ્ટ અન્ના જાર્વિસથી થઇ છે. અન્ના જાર્વિસને તેની માતા પ્રત્યે વિશેષ લાગણી હતી. જાર્વિસ તેની માતા સાથે રહેતી હતી અને ક્યારેય લગ્ન કર્યા ન હતા. અન્નાએ તેની માતાના અવસાન પછી પોતાનો પ્રેમ વ્યક્ત કરવા મધર્સ ડેની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ 11 મેનો ઇતિહાસ : ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું, નેશનલ ટેકનોલોજી ડે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- શંભાજી (1657) – શિવાજીના સૌથી મોટા પુત્ર અને ઉત્તરાધિકારી હતા.
- અરુણ ચંદ્ર ગુહા (1892) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને રાજકીય કાર્યકર.
- અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર (1883) – પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, વકીલ અને શિક્ષણશાસ્ત્રી હતા.
- મૃણાલ સેન (1923) – ભારતીય ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક.
- રઘુ રામા કૃષ્ણ રાજુ (1962)- ભારતીય ઉદ્યોગપતિ અને રાજકીય નેતા, 17મી લોકસભામાં સંસદ સભ્ય.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 10 મે : ભારતમાં વર્ષ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઇ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- કંડાસામી કુપ્પુસામી (2016)- તમિલ વિદ્વાન અને લેખક.
- મહેન્દ્ર સિંહ ટિકૈત (2011) – ખેડૂત નેતા.
- વૃંદા કરંદીકર (2010) – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત મરાઠી કવયિત્રી.
- જગદીશચંદ્ર માથુર (1978) – પ્રખ્યાત નાટ્યકાર.
- આચાર્ય રઘુવીર (1963) – એક મહાન ભાષાશાસ્ત્રી, વિખ્યાત વિદ્વાન, રાજકીય નેતા અને ભારતીય વારસાના ઋષિ હતા.
- અલ્લા બક્ષ (1943) – બ્રિટિશ શાસન દરમિયાન જમીનદાર, સરકારી કોન્ટ્રાક્ટર, સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા.
- એન.જી. ચંદાવરકર (1923) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા.
આ પણ વાંચોઃ 9 મેનો ઇતિહાસ : મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ





