/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Add-a-heading-2023-03-27T224734.998.jpg)
28 માર્ચનો ઇતિહાસ : અમેરિકામાં દર વર્ષે માર્ચ મહિનાના ચોથા મંગળવારે ડાયાબિટીસ એલર્ટ-ડે ઉજવાય છે.
Today history 28 March : આજે 28 માર્ચ 2023 (28 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે 'ડાયાબિટીસ એલર્ટ ડે' છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય આ બીમારીના સંકેતો, સારવાર અને જોખમ અંગે લોકોને જાગૃત કરવાનો છે. જાણો ઇતિહાસની તવારીખમાં (28 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
28 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1969 - અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ આઈઝનહોવરનું નિધન.
- 2000 - વેસ્ટ ઈન્ડિઝના કોર્ટની વાલ્સે 435 વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો.
- 2005- ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં ભયંકર ભૂકંપે ભારે તબાહી મચાવી.
- 2006 - અમેરિકાએ પાકિસ્તાનના પેશાવર સ્થિત તેનું દૂતાવાસ બંધ કર્યું.
- 2007 - અમેરિકાની સેનેટે ઇરાકમાંથી સૈન્ય પાછી ખેંચવાની મંજૂરી આપી.
- 2008 - ઓસ્કાર વિજેતા પટકથા લેખક એબીમૈનનું નિધન.
- 2011- દેશમાં વાઘની સંખ્યામાં વધારો થયો. વર્ષ 2006માં તેમની સંખ્યા 1411 હતી જે 21 ટકા વધીને 1706 થઈ ગઈ છે.
- 2015- સાઈના નેહવાલ વિશ્વની નંબર વન મહિલા બેડમિન્ટન ખેલાડી બની.
આ પણ વાંચો- 27 માર્ચનો ઇતિહાસ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન
ડાયાબિટીસ એલર્ટ ડે
આજે અમેરિકાનો ડાયાબિટીસ એલર્ટ ડે (American Diabetes Alert Day) છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના ચોથા મંગળવારે આ દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ડાયાબિટીસ એલર્ટ ડે 28 માર્ચ, 2023ના રોજ ઉજવાઇ રહ્યો છે.
ડાયાબિટીસ એલર્ટ ડે એ એક દિવસીય "વેક-અપ કોલ" છે જે ડાયાબિટીસની ગંભીરતા અને આરોગ્ય લક્ષી જોખમોને સમજવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દુનિયામાં ડાયાબિટીસ એ સૌથી વધારે જોવા મળતી બીમારી બની ગઇ છે અને તે નાની ઉંમર લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે. આથી ડાયાબિટીસ એલર્ટ ડે - પર આ બીમારીના સંકેતો, સારવાર અને જોખમ અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાય છે.
આ પણ વાંચોઃ 26 માર્ચનો ઇતિહાસ : બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ, વૃક્ષો બચાવવા ચિપકો આંદોલન શરૂ થયું
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ગોરખ પ્રસાદ (1896) - ગણિતશાસ્ત્રી, હિન્દી જ્ઞાનકોશના સંપાદક અને હિન્દીમાં વૈજ્ઞાનિક સાહિત્યના પ્રતિભાશાળી લેખક હતા.
- એબિય જે. જોસ (1972) - ભારતીય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા.
- સોનિયા અગ્રવાલ (1982) - ભારતીય અભિનેત્રી.
- બિશ્વેશ્વર ટુડુ (1965)- ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- વેથાથિરી મહર્ષિ (2006) - ભારતીય ફિલસૂફ.
- બંસીલાલ (2006) - હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની.
- એફ.એન. સુઝા (2002) - ભારતના પ્રખ્યાત ચિત્રકાર હતા.
- હરિ દેવ જોશી (1995) - રાજસ્થાનના ભૂતપૂર્વ સાતમા મુખ્ય પ્રધાન હતા.
- ચટ્ટા સિંહ (1961) - પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની 9મી ભોપાલ પાયદળમાં સૈનિક હતા.
- કલા વેંકટરાવ (1959) - દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય કાર્યકર હતા.
- કાવાસજી જમશેદજી પેટીગારા (1941) - ભારતીય પોલીસ કમિશનર.
- ગુરુ અંગદ દેવ (1552) - શીખ ધર્મના બીજા ક્રમના ગુરુ.
આ પણ વાંચોઃ 24 માર્ચનો ઇતિહાસ : આજે વિશ્વ ટીબી દિવસ છે, દર વર્ષે ક્ષયરોગથી 15 લાખ લોકો જીવ ગુમાવે છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us