આજનો ઇતિહાસ 31 માર્ચ : એફિલ ટાવર દિવસ, ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ

Today history 31 March : આજે 31 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે એફિલ ટાવર દિવસ છે, વર્ષ 1889માં આજના દિવસે આ સાતમી અજાયબીનું અનાવરણ કરાયું હતું. ભારતની પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : March 31, 2023 12:41 IST
આજનો ઇતિહાસ 31 માર્ચ : એફિલ ટાવર દિવસ, ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ
Eiffel Tower | Anandibai Gopalrao Joshi | 31 march | today history

Today history 31 March : આજે 31 માર્ચ 2023 (31 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે એફિલ ટાવર દિવસ (Eiffel Tower Day) છે, વર્ષ 1889માં આજના દિવસે આ વિશ્વની સાત અજાયબીમાં (seven wonders of the world) સ્થાન મેળવનાર એફિલ ટાવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે ભારતની પ્રથમ મહિલા (Indian female doctor) ડોક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની (Anandibai Gopalrao Joshi) જન્મજયંતિ છે. આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્મા અને હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારીની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (31 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

31 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1774 – ભારતમાં પ્રથમ પોસ્ટ સેવા ઓફિસ ખોલવામાં આવી.
  • 1867 – બોમ્બેમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ.
  • 1889 – પેરિસમાં વિશ્વ પ્રખ્યાત એફિસ ટાવરનું અનાવરણ કરવામાં આવ્યું, જેની હાલ દુનિયાની સાત અજાયબીઓમાં ગણતરી થાય છે.

આજનો ઇતિહાસ

એફિલ ટાવર દિવસ

31 માર્ચના રોજ એફિલ ટાવર દિવસ ઉજવાય છે. પેરિસમાં વર્ષ 1889માં આજના દિવસે સમગ્ર વિશ્વ સમક્ષ એફિલ ટાવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આથી આ દિવસને એફિલ ટાવર ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન મેળવનાર એફિલ ટાવરની ઉંચાઇ 1,083 ફુટ છે અને તેની ટોચ પરથી સંપૂર્ણ પેરિસ શહેરને જોઇ શકાય છે. આ સ્થાપિત્ય આધુનિક એન્જિનિયરિંગ અને પશ્ચિમી સંસ્કૃતિની જીતનું પ્રતીક છે. એફિલ ટાવરની મુલાકાતે દર વર્ષે લાખો લોકો આવે છે.

આ પણ વાંચોઃ 30 માર્ચ : રાજસ્થાન દિવસ, શીખ ધર્મ ગુરુ હર કિશન સિંહની પુણ્યતિથિ

  • 1921 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસેનો ધ્વજ અપનાવવામાં આવ્યો.
  • 1959 – 14માં દલાઇ લામા, તેનઝિન ગ્યાત્સો સરહદ ઓળંગીને ભારતમાં આવ્યા અને રાજકીય આશ્રય મેળવ્યો.
  • 1997 – વાસલાવ ક્લાર્કને નવા નાટો લશ્કરી કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2000 – 22 વર્ષ બાદ જાપાનના ઉત્તરીય ધોકાઇડુ ટાપુમાં ઉસુ જ્વાળામુખી ફરી સક્રિય થયો.
  • 2001 – યુગોસ્લાવિયાના પૂર્વ રાષ્ટ્રપતિ મિલોસેવિચની ધરપકડ માટે પોલીસના દરોડા, નજરકેદ, યુરોપિયન મંત્રીઓએ ક્યોટો સંધિને જીવંત જાહેર કરી.
  • 2005 – સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયાને અનાજની સપ્લાય અટકાવી.
  • 2007 – માઈકલ ફિલ્પ્સે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ જીત્યા.
  • 2008 – પાક એરફોર્સની બસ પાસે બોમ્બ વિસ્ફોટમાં થતા 12 લોકોના મોત થયા.
  • 2011 – વસ્તી ગણતરીના તાજેતરના આંકડાઓ અનુસાર ભારતની જનસંખ્યાતી વધીને 121 કરોડ (1 અબજ 21 કરોડ) થઈ ગઈ છે. જે દસ વર્ષ પહેલા કરવામાં આવેલી વસ્તી ગણતરી કરતા 17.64 ટકા વધારે છે.

આ પણ વાંચોઃ 29 માર્ચ : મંગલ પાંડે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગુરુ અંગદ દેવ (1504) – શીખ ધર્મના બીજા ગુરુની જન્મજયંતિ.
  • આનંદીબાઇ ગોપાલ જોશી (1865) – ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર
  • રમા શંકર વ્યાસ (1860) – હિન્દી ભાષાના ઉચ્ચકોટીના લેખક હતા.
  • શીલા દીક્ષિત (1938) – કોંગ્રેસના મહિલા નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી.
  • મીરા કુમાર (1945) – કોંગ્રેસના મહિલા નેતા, ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર.
  • પી. જે. કુરિયન (1941) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી છે.
  • કોનેરુ હમ્પી (1987) – ભારતીય ગ્રાન્ડમાસ્ટર ચેસ.
  • કમલા દાસ (1934) – અંગ્રેજી અને મલયાલમ ભાષાના પ્રખ્યાત લેખિકા.
  • રાજેન્દ્ર નારાયણ સિંહ દેવ (1912) – ઓરિસ્સા રાજ્યના 6ઠ્ઠા મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 28 માર્ચનો ઇતિહાસ : ‘ડાયાબિટીસ એલર્ટ ડે’, ઝડપથી ફેલાઇ રહેલી બીમારી અંગે જાગૃત થવાની જરૂર

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • શ્યામજી કૃષ્ણ વર્મા (1930) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને લેખક.
  • મીના કુમારી (1972) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
  • રોલ આલ્ફોન્સિન (2009) – આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ હતા.

આ પણ વાંચો- 27 માર્ચનો ઇતિહાસ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ