Gujarat Vidhan Sabha Election Result Live Updates: ગુજરાત રાજ્ય બન્યા બાદ વર્ષ 1985માં છઠ્ઠી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. ગુજરાતમાં આ વિધાનસભા ચૂંટણીની ચૂંટણી પૂર્વ વડાપ્રધા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાઇ હતી. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં કોંગ્રેસ પ્રત્યેની સહાનુભૂતિની લહેરમાં ઉઠી હતી અને કોંગ્રેસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૂંટણીઓ જીતી હતી.
કોંગ્રેસે જીતનો રેકોર્ડ બનાવ્યો, જે આજદિન સુધી તૂટ્યો નથી
ગુજરાતમાં વર્ષ 1985ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો પર 1137 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
ગુજરાત વિધાનસભાની 1985ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિની લહેરમાં કોંગ્રેસે સર્વાધિક બેઠકો પર જીત હાંસલ કરીને અત્યાર સુધીનો જીતનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસ 1985ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકમાંથી 149 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોઇ એક રાજકીય પક્ષ દ્વારા જીતેલી સર્વાધિક બેઠકો છે.
ચૂંટણી 2022 પરિણામ LIVE Updates જાણો
તો ભારતીય જનતા પાર્ટી એ આ ચૂંટણીમાં 124 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી 11 ઉમેદવારો જીત્યા હતા. તો જનતા દળના 142માંથી 14 ઉમેદવારોએ જીત મેળવી હતી. ઉપરાંત અપક્ષ ચૂંટણી લડનાર 511માંથી 8 ઉમેદવારો વિજય થયા થયા.
ઇતિહાસનું બીજું સૌથી ઓછું મતદાન
વર્ષ 1985ની વિધાનસભા ચૂંટણીમાં કુલ સરેરાશ 48.82 ટકા મતદાન થયુ હતુ જે અત્યાર સુધી બીજું સૌથી ઓછું મતદાન છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન વર્ષ 1980માં નોંધાયુ હતુ, તે વખતે માત્ર 48.37 ટકા જ વોટિંગ થયુ હતુ. તે વખતે ગુજરાતમાં કુલ 19290141 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 5207262 પુરુષો અને 4209870 મહિલાઓ મતદાન કર્યુ હતુ.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 1972ની ચૂંટણીમાં કોંગ્રેસ અને જનસંઘમાંથી કોને મળ્યો હતો જનાદેશ
બે વખત મુખ્યમંત્રી બદલાયા
વર્ષ 1985ની ચૂંટણીમાં ભારતીય કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સરકાર બની હતી જેમાં અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા હતા તેઓ જુલાઇ 1985થી ડિસેમ્બર 1989 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના જ માધવસિંહ સોલંકી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે કમનસીબે તેમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર 85 દિવસનો જ રહ્યો હતો. જે ગુજરાતના ઇતિહાસની સૌથી ટૂંકા ગાળાની સરકાર માનવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો