Gujarat Vidhan Sabha Election Result Live Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો પર જીતને ઐતિહાસિક વિજય મેળવ્યો છે તો બીજી બાજુ કોંગ્રેસ માંડ માંડ 17 બેઠકો જીતવામાં સફળ થઇ છે જે ગુજરાતની વિધાનસભા ચૂંટણીની અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો છે. કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં 8 , અમદાવાદમાં બે, સૌરાષ્ટ્રમાં 3 બેઠકો મેળવી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 77 બેઠકો હાંસલ કરી હતી.
બેઠક કોંગ્રેસ ભાજપ વાવ ગનીબેન ઠાકોર (102513) સ્વરૂપજી ઠાકોર (86912) દાંતા કાંતિભાઇ ખરાડી (85134) લાતુભાઇ પારગી (78807) વડગામ જિગ્નેશ મેવાણી (94765) મણીભાઇ વાઘેલા (89837) કાંકરેજ અમૃતજી ઠાકોર (96624) મહેશ મકવાણા (2139) ચાણસ્મા દિનેશ ઠાકોર (86406) દિલીપ ઠાકોર (85002) પાટણ કિરીટ પટેલ (103505) ડો.રાજુલબેન દેસાઇ (86328) વિજાપુર ડો.સીજે ચાવડા (78749) રમણભાઇ પટેલ (71696) ખેડબ્રહ્મા ડો. તુષાર ચૌધરી (67349) અશ્વિન કોટવાલ (65685) જમાલપુર-ખાડિયા ઇમરાન ખેડાવાલા (58487) ભૂષણભટ્ટ (44829) દાણીલીમડા શૈલેષ પરમાર (69130) નરેશભાઇ વ્યાસ (55643) આંકલાવ અમિત ચાવડા (81512) ગુલાબસિંહ પઢિયાર (78783) લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ (72087) રમેશ મકવાણા (1376) પોરબંદર અર્જૂન મોઢવાડિયા (82056) બાબુભાઇ બાખોરિયા (73875) માણાવદર અરવિંદ લાડાણી (64690) જવાહરભાઇ ચાવડા (61237) વાંસદા અનંતકુમાર પટેલ (124477) પીયુષ પટેલ (89444) ખંભાત ચિરાગ પટેલ (69069) મહેશ રાવલ (65358) સોમનાથ વિમલભાઇ ચુડાસમા (73819) મનિષ પરમાર (72897)
કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો મળી
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠકોમાં સમેટાઇ ગઇ છે જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં 77 બેઠકો મેળવી હતી. તે સમયે કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલન સહિત ઘણા જન આંદોલનથી ફાયદો થયો હતો. જો કે આ વખતે કોંગ્રેસ ભાજપનો કોઇ મુદ્દે મક્કમતા સાથે વિરોધ કરવામાં નિષ્ફળ રહી છે.
આપ પાર્ટીનો 5 બેઠકો પર વિજય
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીતની દાવેદારી કરનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ માંડ માંડ 5 બેઠકો જીતી શકી છે. આપ પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી, જે ખાંભળિયાથી ચૂંટણી લડી રહ્યા હતા તે પણ હાર્યા છે. ઇશુદાન ગઢવીને 59089 મત મળ્યા છે જ્યારે 77834 મત મેળવીને ભાજપના ઉમેદવાર મુળુભાઇ આહીર વિજેતા બન્યા છે.
આમ આદમી પાર્ટીએ ગારિયાધાર, બોટાદ, જામજોધપુર, વિસાવદર અને ડેડિયાપાડા બેઠક પર જીત મેળવી છે. તો ઉપરાંત કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા 60744 મત મેળવીને વિજેતા બન્યા છે.
આપ પાર્ટીના વિજેતા ઉમેદવાર
બેઠક આપ ભાજપ કોંગ્રેસ ગારિયાધાર સુધીર વાઘાણી (60944) કેશભાઇ નાકરાણી (56125) દિવ્યેશ ચાવડા (15099) બોટાદ ઉમેશ મકવાણા (80581) ધનશ્યામ વિરાણી (77802) મનહર પટેલ (19058) જામજોધપુર હેમંત આહીર(71397) ચિમનભાઇ સાપરિયા (60994) ચિરાગ કાલારિયા (13514) વિસાવદર ભૂપેન્દ્ર બિયાણી (66210) હર્ષદ રિબાડિયા (59147) કરશન વડોદરિયા (16963) ડેડિયાપાડા ચૈતર વસાવા (103433) હિતેષ વસાવા (63151) જેરામભાઇ વસાવા (12587)
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી ક્યાં કેટલી બેઠકો જીતી
અપક્ષ વિજેતા ઉમેદવાર
બેઠક અપક્ષ ભાજપ કોંગ્રેસ ધાનેરા માવજીભાઇ દેસાઇ (96053) ભગવાન પટેલ (60357) નાથાભાઇ પટેલ (38260) બાયડ ધવલસિંહ ઝાલા (67078) ભીખીબેન પરમાર (61260) મહેન્દ્રસિંહ વાઘેલા (29874) વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા (77905) અશ્વિનભાઇ પટેલ (63899) સત્યજીત ગાયકવાડ (18870)
ગુજરાત ચૂંટણી 2022 પરિણામ લેટેસ્ટ ન્યૂઝ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો