Gujarat Vidhan Sabha Election Result Live Updates: ગુજરાતમાં વર્ષ 1975માં વિધાનસભાની ચોથી ચૂંટણી યોજાઇ હતી. આ વિધાનસભામાં 182 બેઠકો પર 852 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને INC(O) વચ્ચે ટકકર જોવા મળી હતી. ગુજરાત નવનિર્માણ આંદોલન બાદ આ પહેલી વિધાનસભા ચૂંટણી હતી અને રાજ્યને પહેલા બિનકોંગ્રેસ મુખ્યમંત્રી મળ્યા હતા.
60.37 ટકા મતદાન
ગુજરાતમાં વર્ષ 1975ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 13991883 મતદારો હતા જેમાંથી 4586281 પુરુષ મતદાર અને 3860487 સ્ત્રી મતદારોએ વોટિંગ કર્યુ હતુ.
કોઇ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી
વર્ષ 1975ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી કોઇ પણ રાજકીય પક્ષ 50 ટકા બેઠકો પર જીત હાંસલ કરી શક્યું ન હતુ. કોંગ્રેસે 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જો કે તેમાંથી માત્ર 75 ઉમેદવારો જ જીત્યા હતા. ભારતીય જનસંઘના 40માંથી 18 ઉમેદવારે જીત મેળવી હતી. આમ વર્ષ 1972ની ચૂંટણીની તુલનાએ વર્ષ 1975ની ચૂંટણીમાં જનસંઘે ઘણો સારો દેખા કર્યો હતો. તો INC(O)ના 101 ઉમેદવારમાંથી 56 ઉમેદવાર અને સોશિયાલિસ્ટ પાર્ટીના 3માંથી 2 ઉમેદવારે ચૂંટણી જીત હતી. આ ચૂંટણીમાં 367 અપક્ષ ઉમેદવારોમાંથી 15 ઉમેદવારો વિજય થયા હતા.
ક્યા રાજકીય પક્ષે કેટલી બેઠકો જીત
રાજકીય પક્ષ ઉમેદવાર જીત કોંગ્રેસ 182 75 જન સંઘ 40 18 INC(o) 101 56 સોશિયાલિસ્ટ પાર્ટી 3 2 અપક્ષ 367 15
ગુજરાતના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી
વર્ષ 1975ની વિધાનસભા ચૂંટણીમાં બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓ બે વખત મુખ્યમંત્રીના હોદ્દે રહ્યા, પ્રથમ જૂન 1975 થી માર્ચ 1976 સુધી જનતા મોર્ચાના નેતા તરીકે અને બીજી વખત એપ્રિલ 1977 થી ફેબ્રુઆરી 1980 સુધી જનતા પાર્ટીના નેતા તરીકે ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
તે અગાઉ તેઓ મુંબઈ રાજ્યના વખતના મંત્રીમંડળમાં, 1952થી 1957 સુધી કેબિનેટ મંત્રી રહ્યા. ગુજરાતની રચના પછી ૧૯૬૭માં તેઓ ગુજરાતની ધારાસભામાં ચૂંટાયા અને વિવિધ મંત્રાલયો સંભાળ્યા હતા.
ગુજરાત ચૂંટણી પરિણામ LIVE Updates:
વર્ષ 1974માં, ચીમનભાઈ પટેલે નવનિર્માણ આંદોલનને કારણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને ધારાસભાનું વિસર્જન કરાયું. ત્યારબાદ વર્ષ 1975માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ 18 જૂન, 1975માં તેઓ ગુજરાતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. તેઓ વિવિધ પક્ષોના ગઠબંધનથી બનેલા જનતા મોર્ચાના નેતા બન્યા.
ગુજરાત ચૂંટણી 2022 પરિણામ લેટેસ્ટ અપડેટ જાણવા ક્લિક કરો
જો કે તેમના મુખ્યમંત્રી બન્યાના માત્ર એક જ અઠવાડીયા બાદ ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી પણ તેઓ માર્ચ 1976 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. બીજી વખત તેઓ 1977 થી 1980 સુધી, જનતા પાર્ટીના નેતા તરીકે મુખ્યમંત્રી બન્યા. 1979ની મચ્છુ બંધ હોનારત સમયે તેઓએ છ માસ સુધી સઘળું મંત્રીમંડળ અને સરકારી તંત્રને મોરબી ફેરવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો